શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ હાઈ એલર્ટ… આવા સ્થળો ટાગઁટ પર…

યુપી પોલીસ સ્પેશિયલ અસેલ અને દિલ્હી પોલીસએ થોડાં દિવસો પહેલાં ૬ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. હવે આ લોકો સાથે પૂછપરછ બાદ સુરક્ષા એજન્સીઓએ બિહાર માટે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. રેલ્વે સુરક્ષા બળ એ ઉત્તર બિહારનાં ૧૩ જિલ્લા હાઈ એલર્ટ કર્યા છે.

સાથે ઉત્તર બિહારમાં પડનાર બે રેલ્વે જિલ્લા પોલીસે પણ વિશેષ સતકઁતા રાખવા કહેવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર સમસ્તીપુર આરપીએફના મંડળ સુરક્ષા આયુકત દ્નારા સંબંધમાં સમસ્તીપુર, દરભંગા અને પૂણિઁયા જિલ્લાનાં એસએસપી એર એસપીને પત્ર લખવામાં આવ્યો છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=5s

આ સંદિગ્ધ આતંકવાદીઓના નિશાન પર ખાસકરીને રેલવે સ્ટેશન અને ટ્રેક બતાવવામાં આવી રહ્યા છે. તેના લીધે રેલવે પોલીસ જિલ્લાના એસપી પાસેથી પોતાના સ્તર પર વિશેષ દેખરેખમાં સુરક્ષાની વ્યવસ્થા માટે અધિકારીઓ અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આતંકવાદીના બદ ઇરાદાને લઇને આપવામાં આવેલી હિદાયત પછી આ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મહત્વપૂર્ણ પુલ-પુલિયા, રેલવે ટ્રેક અને રેલવે સ્ટેશનો પર વધારાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડભાડાવાળા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે અને સતત દેખરેખની વ્યવસ્થા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તેના માટે એસપી સ્તર પરથી આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.