ફાઇબરથી ભરપૂર અને લો સોડિયમ ખાદ્ય પદાર્થ હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. હાઇપર ટેન્શનની સારવાર ન કરવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે છે. હાઇ બ્લડ પ્રેશર અથવા હાઇપરટેન્શનની સમસ્યા બદલાતી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણી-પીણીની આદતોને કારણે સર્જાય છે. જો ડાયેટમાં કેટલાક ફેરફાર કરવાથી હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે તો તમારે પોતાના ડાયેટમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી જોઇએ. પ્રત્યેક વ્યક્તિએ પોતાના હેલ્ધી બ્લડ પ્રેશર ડાયેટને મેઇન્ટેન કરીને રાખવું જોઇએ.
સામાન્ય સમસ્યામાં ગણાતી આ ખતરનાક પરિસ્થિતિમાં સતત હેલ્ધી બ્લડ પ્રેશર લેવલને જાળવી રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી રાહત મેળવવા ઇચ્છો છો તો તમારે પણ હેલ્ધી બ્લડ પ્રેશરને જાળવી રાખવા માટે આ વસ્તુઓને પોતાના આહારમાં સામેલ કરવું જોઇએ.
બ્લડ પ્રેશરને નૉર્મલ રાખવા માટે આજથી જ અજમાવો આ વસ્તુઓ
1. લીલી શાકભાજી
જો તમે લીલા પાંદડાંવાળી શાકભાજીઓને પોતાના ડાયેટમાં સામેલ કરશો તો હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં તમને મદદ મળી શકે છે. લીલાં પાંદડાવાળી શાકભાજીઓમાં કેટલાય એવા વિટામિન્સ અને પોષક તત્ત્વ હોય છે જે હાઇપર ટેન્શન સામે લડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના ડાયેટમાં લીલી શાકભાજીને સામેલ કરવી જોઇએ. જે બ્લડને સાફ કરવામાં પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
2. કીવી
કીવીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવામાં પણ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. કીવીનું સેવન હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો તમે દરરોજ એકથી બે કીવી ખાઓ છો તો તમને હાઇપરટેન્શન સામે લડવામાં મદદ મળી શકે છે. કીવીમાં કેટલાય એવા તત્ત્વ મળી આવે છે જેના દ્વારા હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થઇ શકે છે.
3. દહીં
દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દરરોજ પોતાના બ્રેકફાસ્ટમાં એક કટોરી દહીંનું સેવન કરવું જોઇએ. દહીંને પોતાના ડેલી ડાયેટમાં સામેલ કરીને હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે. દહીંને હેલ્ધી હાઇ બ્લડ પ્રેશર ડાયેટમાં સામેલ કરી શકાય છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓને પોતાના ડાયેટમાં લો ફેટ દહીંને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
4. બ્રેકફાસ્ટમાં ઑટ્સ
બ્રેકફાસ્ટમાં હંમેશા હેલ્ધી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે સમય પર નાસ્તો કરવો અને હેલ્ધી ખોરાક ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાના નાસ્તમાં ઑટ્સને સામેલ કરવું જોઇએ. ઑટ્સને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે ફાઇબરથી ભરપૂર વસ્તુઓના સેવનની સલાહ આપવામાં આવે છે. ઑટ્સમાં વધુ પ્રમાણમાં ફાઇબર પણ મળી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.