હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યું હતું સોગંદનામું,સોગંદનામા પર આજે કરવામાં આવશે દલીલો

કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો અરજી મામલે રાજ્ય સરકારે 53 પેજનું સોગંદનામું રજૂ કર્યું હતું. જેની આજે સુનાવણી હાથ ધરાનાર છે હાઈકોર્ટમાં સરકારે રજૂ કરેલા 53 પેજના સોગંદનામા પર આજે દલીલો કરવામાં આવશે.

તેમજ આગામી સમયમાં કોરોનાની ત્રીજા લહેરને લઈ રાજ્ય સરકારે શું તૈયારીઓ કરી છે અને આગામી સમયમાં સરકારનો શું પ્લાન છે તે અંગે પણ જાણકારી મેળવવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સોગંધનામામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મામલે ઉભી કરાયેલી આરોગ્ય લક્ષી સેવા તેમજ લોકજાગૃતિ માટેના કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને પણ સરકારના જવાબો સાંભળવામાં આવશે છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.