ગુજરાતમાં ગેરકાયદે કતલખાનાને લઈને હાઈકોર્ટનું કડક વલણ

ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના સામે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, કામને પડકારવા છતાં ઢીલાશ કરવામાં આવી રહી છે તે યોગ્ય નથી અને કોર્ટે કહ્યું કે, ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવાનો વારંવાર આગ્રહ કરવા છતાં સરકાર શા માટે ઢીલાશ દાખવી રહી છે.

સંબંધિત વિભાગના અધિકારીઓને રૂબરૂ હાજર રહેવા સૂચના આપી હતી
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કતલખાનાના સંબંધિત વિભાગના અધિકારીઓને હાજર રહેવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે. કોર્ટે શહેરી વિભાગના સચિવ અને ફૂડ સેફ્ટી કમિશનરને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે અને ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાનાઓ સામે કાર્યવાહી કરવા માટે સૌપ્રથમ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં ગેરકાયદેસર કતલખાનાઓની જાહેરાત કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં માત્ર 12 કતલખાનાઓને લાયસન્સ આપવામાં આવ્યા છે
એવી દલીલ કરવામાં આવી હતી કે ગુજરાતમાં ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ 354 કતલખાના અને મરઘાં રજિસ્ટર્ડ છે. આ સિવાય હજુ સુધી માત્ર 12 કતલખાનાઓને જ લાયસન્સ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને અરજદારે અરજીમાં દાવો કર્યો છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકાર ગેરકાયદેસર કતલખાના સામે કાર્યવાહી કરી રહી નથી. વર્ષ 2012માં સર્વોચ્ચ અદાલતે દરેક રાજ્યમાં કતલખાનાની સમિતિઓ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ કમિટિનું મુખ્ય કામ ગેરકાયદેસર કતલખાનાઓ પર દેખરેખ રાખવાનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.