આઈપીએલ પર ચાલતો હાઇટેક સટ્ટો ઝડપાયો..લાખોનો મુદ્દામાલ જપ્ત..

વાપી ટાઉન પોલીસે વાપીના ચલા વિસ્તારમાં થી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવાના એક મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાપીના ચલા માં આવેલા પ્રમુખ ગ્રીન સોસાયટીના એક ફ્લેટમાંથી રૂપિયા ૪૧ લાખની વધુનાં મુદામાલ સાથે ૬ સટોડિયાઓ ની ઘરપકડ કરી છે. પોલીસની કાર્યવાહીમાં ૭૭ મોબાઈલ, ૨૮ સીમકાર્ડ, કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સાધનોની સાથે રોકડ રકમ વાહનો મળીને કુલ ૪૧ લાખ થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે.

દુબઈમાં ચાલતી આઈપીએલની મેચો પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવાનું રેકેટ વાપીના ચલા વિસ્તારમાં ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ કર્યો હતો. બનાવની વિગત મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે સરવૈયા અને તેની ટીમને વાપીના ચલા વિસ્તારમાં આઈપીએલની મેચો પર મોટા પાયે સટ્ટો રમાડવાનું રેકેટ ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી .આથી પીઆઈ બી.જે સરવૈયા અને તેમની ટીમ વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીના બિલ્ડીંગના દસમા માળે આવેલ ૧૦૦૨ નંબરના ફ્લેટમાં રેડ કરી હતી.

ત્યારે છેલ્લા ૧૮ દિવસથી દુબઈમાં ચાલી રહેલી આઈપીએલ ટૂર્નામેન્ટની મેચો પર કરોડો રૂપિયાનો ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.

એક મહિનાથી દુબઈમાં ચાલી રહેલી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માટે આ ફ્લેટમાં કન્ટ્રોલ રૃમ તૈયાર કર્યો હતો. જેના દ્વારા તે મોટા પાયે કરોડો રૂપિયાનો ક્રિકેટની મેચો પર સટ્ટો રમાડી રહ્યા હતા.

પોલીસે ત્યારે અત્યારે મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. અને તેમાંથી પણ ડેટા મેળવવામાં આવી રહ્યા છે અને ક્રિકેટ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે છતાં આ રેકેગના તાર ક્યાં સુધી લંબાયેલા છે. તે તપાસનો વિષય છે ?

સટ્ટમાં પકડાયેલા આરોપીનાં નામ મનન નાયક, જતીન નંદન નેલવાલ, અજય જ્ઞાનદેવ કદમ, અરવિંદ શ્રીનાથ, અમિત નાયક, નામનાં આરોપીની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.