હાઈકોર્ટની લપડાક બાદ સરકાર સફાળી જાગી, પ્રાઈવેટ કોવિડ હોસ્પિટલને લઈ નક્કી કરી શકે છે ફી

રાજયમાં આરોગ્ય વિભાગ દ્રારા ગણીગાંઠી ખાનગી હોસ્પિટલો સાથે સાંઠ ગાંઠ કરીને કોરોના પીડીત ગરીબ દર્દીઓને લુંટવાના કૌભાંડ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને સુઓમોટાના ઓર્ડરમાં રાજય સરકારને સ્પષ્ટ ભાષામાં આદેશ આપી દીધો છે કે તેઓ કોવિડ સારવારની લાખો રુપિયાની ફી લેતી હોસ્પિટલો સામે પગલાં લે અને જે મનમાની હોસ્પિટલોમાં ચાલી રહી છે તેમની સામે કાર્યવાહી કરીને લાયસન્સ રદ કરે. અથવા તો એક સારવારની રકમનું એક નિયત માળખુ જાહેર કરો. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ હવે રાજય સરકાર સફાળી જાગી છે.

મળતી માહીતી અનુસાર ખાનગી હોસ્પિટલો સાથે તાત્કાલિક મીટીંગ કરીને ગરીબ દર્દીઓ માટે સારવારની ફીનું એક નિયત માળખુ તૈયાર કર્યું છે. જેમાં કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકારે તેમાં કોવિડના વોર્ડ બનાવ્યાં છે આ સમજુતી 50-50 ટકાના બેડ પ્રમાણે થઈ છે. જે ખાનગી હોસ્પિટલને સરકારે કોવિડની સેવા માટે માન્યતા આપી હોય તેને A કેટેગરી અને એ જ હોસ્પિટલમાં ખાનગી બેડ માટે B કેટેગરીનું નામ આપ્યું છે જેમાં સારવારના દર નક્કી કરાયાં છે.

રાજય સરકાર અને ખાનગી હોસ્પિટલોએ સાથે મળીને 50-50 ટકાના ધોરણે નિયત કરાયેલાં આ સ્ટ્રકચરમાં સરકારી હોસ્પિટલની સારવાર માટે માં કાર્ડનો લાભ પણ માન્ય ગણ્યો છે. જો કે આ સમજુતીમાં એ કેટેગરીમાં દવાનો ખર્ચ અને ડાયાલિસીસનો ખર્ચ સામેલ કરાયો નથી જેને દર્દીએ અલગથી ચુકવવાનો રહેશે. બી કેટેગરીમાં પણ દવા અને સ્પેશ્યાલીસ્ટ તબીબ, લેબ ટેસ્ટની વિઝીટ ફી પણ અલગથી ચુકવવાની રહેશે. જો કે એ અને બી કેટેગરીમાં બે સમયનું ભોજન, બ્રેકફાસ્ટ, સાંજના ચા-નાસ્તોના ખર્ચ સારવારની રકમમાં સામેલ કરાયો છે. નીચે પ્રમાણેના દર સરકાર નક્કી કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.