હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ચીનની ઘૂસણખોરી, સુરક્ષા એજન્સીઓ ચિંતામાં

દેશના બીજા ક્ષેત્રોની જેમ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં પણ ચીનના પગપેસારાના પગલે સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

ટેલિકોમ અને પાવર સેક્ટરમાં તો ચીનની કંપનીઓની ભૂમિકા પર કાતર ફેરવવા માટે સરકાર સક્રિય બની જ છે પણ હાયર એજયુકેશન સેક્ટર માટે પણ સરકાર ચીનની ઘૂસણખોરી રોકવા મહત્વની જાહેરાત કરી શકે છે.

15 જુલાઈએ ચીનની કંપનીઓ અંગે એક બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેન્દ્ર સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. મિટિંગ અંગે જાણકારી ધરાવતા સૂત્રોના કહેવા પ્રમાણે સુરક્ષા એજન્સીઓએ એક પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. જેમાં બતાવાયુ હતુ કે, કેવી રીતે ચીન હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ઘૂસણખોરી કરી રહ્યુ છે.

સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ આશંકા વ્યક્ત કીર હતી કે, ચીનની સરકાર અથવા તો સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી યુનિવર્સિટીઓ કે કંપનીઓ તેમાં સામેલ હોઈ શકે છે.

એજન્સીઓના કહેવા પ્રમાણે ભારતમાં સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને કોલેજો એવી છે જેણે વગર પરમિશને ચીની સંસ્થાઓ સાથે એમઓયુ સાઈન કર્યા છે. આ એક ખતરનાક ટ્રેન્ડ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.