કર્ણાટક હાઈકોર્ટ ના નિર્ણય બાદ રાજ્યમાં હિજાબ વિવાદ સાથે જોડાયેલો વધુ એક મામલો ફરી સામે આવ્યો છે. અને ઉપિનંગડીમાં 231 મુસ્લિમ વિદ્યાર્થીઓએ સરકારી PU કોલેજની પરીક્ષામાં બેસવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલ છે કે શુક્રવારે કોલેજે કેટલીક વિદ્યાર્થિનીઓને તેઓ હિજાબ પહેરીને પરીક્ષામાં નહીં બેસી શકે તેવું કહેતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલેજે હાઈકોર્ટના આદેશને ટાંક્યો હતો. પીયુ એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે જે કોઈ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરશે તે પરીક્ષામાં બેસી શકશે નહીં.અને મંગળવારે હાઇકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ અંગેના રાજ્ય સરકારના આદેશને યથાવત રાખ્યો હતો. કોર્ટે હિજાબ પ્રતિબંધના વિરોધમાં ઉભી રહેલી 6 વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધી હતી.
મેંગલુરુથી 50 કિમી દૂર ઉપિનંગડીમાં કર્ણાટક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ અહીં હિજાબ પહેરીને આવી હતી અને કોલેજે તેમને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. અને આ કારણે કેમ્પસમાં તણાવ શરૂ થયો હતો અને લગભગ 250 લોકોએ અહીં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. પ્રદર્શન કરનારાઓમાં પુરૂષો પણ સામેલ હતા અને મહિલાઓને હિજાબ પહેરીને પરીક્ષામાં બેસવા દેવાની માગણી કરી રહ્યા હતા. આ વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ છે, પરંતુ ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજરી આપ્યા વિના પરત ફર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.