શિવસેના, મહારાષ્ટ્ર સરકાર અને કંગના વચ્ચેના વિવાદમાં હવે હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર પણ કુદી પડ્યા છે.ઠાકુરે કહ્યુ હતુ કે, કંગના હિમાચલ પ્રદેશની પુત્રી છે અને તેનુ અપમાન સાંખી લેવામાં નવી આવે.મહારાષ્ટ્ર સરકારે કંગના સાથે રાજકીય બદલો લેવાની ભાવના સાથે જે અત્યાચાર કર્યો છે તે ચિંતાજનક અને વખોડવા લાયક છે.હિમાચલની સરકાર અને જનતા આ વિવાદમાં કંગનાની સાથે ઉભી છે.
આમ શિવસેનાએ મહારાષ્ટ્રની અસ્મિતાને આ વિવાદમાં આગળ ધરી હતી ત્યારે હવે હિમાચલ પ્રદેશના સીએમે પણ કંગનાના નામે સહાનુભૂતિ જગાડવાનો પ્રયાસ કર્યો છે.આમ કંગના અને શિવસેના વચ્ચેનો ટકરાવ બે રાજ્યોનો ટકરાવ બની જાય તેવા પણ એંધાણ મળી રહ્યા છે.
બીજી તરફ કંગનાની બહેન રંગોલીએ તોડી નાંખવામાં આવેલી ઓફિસનુ આજે નિરિક્ષણ કર્યુ હતુ.કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓફિસનુ સમારકામ કંગનાએ ફરી શરુ કરાવ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.