હિમાચલ પ્રદેશમાં લીફ્ટ આપવાને બહાને 32 વર્ષની પરિણીતા પર ગેંગરેપ, સાત આરોપીની ધરપકડ

હિમાચલપ્રદેશના કાંગડા વિસ્તારમાં એક મહિલાને વાહનમાં લીફ્ટ આપવાને બહાને ગેંગરેપ કરનારા સાત યુવાનોની પોલીસે ધરપકડ કરી હતી. 32 વર્ષની આ પરિણીતાને લીફ્ટ આપવાને બહાને પોતાની કારમાં બેસાડ્યા બાદ સાતે જણે જાનવરની જેમ મહિલાને પીંખી નાખા હતી.

આ મહિલા એક બસ સ્ટેન્ડ પર બસની વાટ જોઇને ઊભી હતી ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી કારમાં બેઠેલા લોકોએ એને લલચાવી હતી. ત્યારબાદ એક વેરાન વિસ્તારમાં આવેલા ફાર્મ  હાઉસ પર લઇ જઇને એના પર ગેંગરેપ કરાયો હતો. ત્યારબાદ એને મેકલોડગંજ વિસ્તારની એક હૉટલમાં લઇ જઇને ફરી રેપ કરાયો હતો.

મહિલાએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુનીલ રાણાએ જણાવ્યું હતું કે પતિ સાથે મતભેદ હોવાથી આ મહિલા પોતાના ત્રણ સંતાનો સાથે એકલી રહે છે. એણે આપેલી માહિતીના આધારે નજીકના ગામમાં રહેતા સાતે સાત યુવાનોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મહિલાનો મેડિકલ ટેસ્ટ કરાવાયો હતો જેની વાટ જોવાઇ રહી હતી.

સામાન્ય રીતે હિમાચલ પ્રદેશમાં અને તેમાંય કાંગડા વિસ્તારમાં આવી ઘટના ભાગ્યેજ બને છે એટલે આ ઘટનાની જાણ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સાતે સાત યુવાનો સામે ઇન્ડિયન પીનલ કૉડની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.