મૃતક રમત શિક્ષક હિમાંશુ મોંડલની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. એ સિવાય એમ પણ કહેવામાં આવે છે કે રાયપુરના 5 લોકોને હત્યાની સોપારી આપવામાં આવી હતી.
એવા આપણે ઘણા ઉદાહરણ, ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અને એવી ઘટના પણ જોઈ હશે કે જેમાં પતિએ એકસ્ટ્રા મેરિટલ અફેરના કારણે પોતાની જ પત્નીની હત્યા કરી નાખી, અથવા તો પત્નીએ તેના એક્સ્ટ્રા મેરિટલ અફેર દરમિયાન પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી. એવી ઘટનાઓ આપણી સામે આવતી જ રહે છે.
પોલીસે અત્યાર સુધી 7 આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે. આરોપીઓમાં બે આરોપી સગીર વયના છે. તો રાયપુરથી પકડાઈ ગયેલા આરોપીઓના પૂર્વ અપરાધિક રેકોર્ડ પણ સામે આવ્યા છે.
તાંદુલા ડેમમાં ત્રણ દિવસ પહેલા શિક્ષક એટલે કે હિમાંશુ મોંડલની પથ્થરથી માથું કચડીને અને ચપ્પુ વડે ઘા કરીને નિર્દયી હત્યા કરી દેવામાં આવી હતી. આ બાબતે પોલીસને કોઈ મહત્વમાં પુરાવા હાથ લાગ્યા નહોતા. ત્યારબાદ પોલીસે પૂછપરછ માટે સંદિગ્ધ લોકોને કસ્ટડીમાં લીધા અને પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ હતી. ત્યારે આ ઘટનાનો ખુલાસો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.