TVની આ સંસ્કારી બહુનો બોલ્ડ અવતાર રહી જશો જોતા, ઇન્ટરનેટ પર ઘુમ મચાવી રહ્યો છે આ એક્ટ્રેસનો કાતિલ અંદાજ

ટીવી એક્ટ્રેસ હીના ખાન મોટાભાગે પોતાના લુક્સ અને ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. બિગ બૉસ 12 કર્યા બાદ હિનાએ પોતાના લુક્સમાં ઘણો બદલાવ કર્યો છે. હિનાને ટીવી ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલ ક્વીન કહેવામાં આવે છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જિમ વિયર હોય કે તેનો ગ્લેમરસ લુક તે પોતાના દરેક લુક માટે જાણીતી છે. તેની સ્ટાઇલ ગમ હંમેશા તે વાત પર રહે છે કે તે શું પહેરે. હિના હંમેશા પોતાના સાર્ટોરિયલ ફેશન સાથે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર સૌથી વધુ પોપ્યુલર સેલેબ્સમાંથી એક છે. સ્ટાઇલિશ ડ્રેસિંગ સાથે સાથે તે ફિટનેસ ફ્રીક છે. દરેક યુવતી તેના ફેશનને ફૉલો કરે છે.

તાજેતરમાં જ હિનાની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં હીના બ્લેક કલરની નાઇટીમાં બોલ્ડ અંદાજમાં નજરે આવી રહી છે. આ સાથે જ તેણે મેચિંગ શ્રગ કેરી કર્યુ છે. ન્યૂડ મેકઅપ, હાફ કર્લી હેર તેના લુકને કમ્પ્લીટ કરે છે.

તસવીરોમાં તે પોતાની ટોન્ડ બૉડી ફ્લોન્ટ કરે છે, સામે આવેલી આ તસવીરોમાં તે કાઉચ પર બેસીને પોઝ આપી રહી છે. તસવીરોમાં તે કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે. તેની આ તસવીરોને જોઇને તમે ધબકારો ચુકી જશો એની ગેરેન્ટી.

હિનાની તસવીરો સામે આવતાં જ તરત જ વાયરલ થઇ જાય છે. ખૂબસુરતી અને સ્ટાઇલના મામલે તે બોલીવુડની હસીનાઓને પણ માત આપે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આજલાલ તે તેની અપકમિંગ ફિલ્મ ‘ધ લાસ્ટ વિશ’ના શુટિંગમાં વ્યસ્ત છે. ખબરોની માનીએ તો ફિલ્મમાં તે એક પરણિત મહિલાના કિરદારમાં હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.