હિન્દુ દેવી દેવતાઓ સામે ટ્વિટર પર અપમાનજનક ટિપ્પણી કરનારા ઈરાની મૂળના કેનેડિયન લેખક સામે ટ્વિટર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદે ટ્વિટરના અધિકારીઓ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે આરોપ લગાવ્યો હતો કે, કેનેડાના લેખક અને મૂળે ઈરાનના નાગરિક એવા અરમીન નવાબીએ હિન્દુ દેવી દેવતાઓ માટે બેહદ આપત્તિજનક ટિપ્પણી કરી છે.આ પોસ્ટ ડિલિટ કરવા માટે ટ્વિટર ઈન્ડિયાને જાણ કરવા છતા ટ્વિટરના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી.આમ ટ્વિટરના અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે.
વિશ્વ હિન્દુ પરિષદે આ ફરિયાદની કોપી ઈરાન અને કેનેડાના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનને પણ મોકલી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.