યુપીમાં ભાજપના નેતાએ મુસ્લિમ શાકભાજીવાળાને ધમકી આપી હતી. હવે ભાજપના કર્ણાટકના સાંસદ શોભા કારનદલાજેએ એવો વિડિયો શેર કર્યો છે જેમાં મુસ્લિમ મહિલાને હિન્દુ દુકાન પરથી ખરીદી કરવા બદલા કેટલાક લોકો ધમકાવી રહ્યા છે.
શોભાએ વિડિયો શેર કરીને લખ્યુ છે કે, શું કર્ણાટક ઈસ્લામિક રિપબ્લિક છે જ્યાં કટ્ટરપંથી લોકો મહિલાને એટલા માટે ધમકાવી રહ્યા છે કે, તેણે હિન્દુ દુકાનદાર પાસેથી કપડા ખીદયા છે. આ દેશમાં કેટલાક ક્ટ્ટરવાદી લોકો શરિયા કાનૂન લાગુ કરવા માંગે છે. તેમને કાયદાનુ ભાન કરાવવુ જોઈએ.
સાંસદે ટ્વિટ કરીને ગૃહ મંત્રાલય અને અમિત શાહને પણ ટેગ કર્યા છે.
લોકડાઉન વચ્ચે પણ ધર્મના નામે નફરત ફેલાવવાના મામલા સામે આવી રહ્યા છે. ગયા મહિને ભાજપના ધારાસભ્યે લખનૌ ખાતે એક મુસ્લિમ શાકભાજી વાળાને ભગાડ્યો હતો. કારણકે તે હિન્દુ નામ ધારણ કરીને શાકભાજી વેચી રહ્યો હતો.
અન્ય એક ભાજપના યુપીના ધારાસભ્યનો હિન્દુઓને મુસ્લિમ શાકભાજી વાળાઓ પાસે ખરીદી નહી કરવાની અપીલ કરતો વિડિયો પણ વાયરલ થયો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.