લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow)ના નાકા વિસ્તારમાં હિન્દુ મહાસભા (Hindu Mahasabh)ના પૂર્વ અધ્યક્ષ રહેલા કમલેશ તિવારી (Kamlesh Tiwari)ની હત્યા થઈ ગઈ છે. પહેલા તેમને ગોળી મારવાની વાત સામે આવી રહી હીત પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે કમલેશ તિવારીને કોઈ ધારદાર હથિયારનું ગળી કાપીને હત્યા કરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે એક રિવોલ્વર પણ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે, હત્યાકાંડને કમલેશ તિવારીના કોઈ પરિચિતે જ અંજામ આપ્યો છે. હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો છે. આ પહેલા હુમલામાં ઘાયલ કમલેશ તિવારીને ગંભીર સ્થિતિમાં ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. પોલીસે આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે.
મળતી જાણકારી મુજબ, ડૉક્ટરોએ જણાવ્યું કે કમલેશ તિવારીનું ગળું કોઈ ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પોલીસને રિવોલ્વર મળી આવી છે. જાણકારી મુજબ, કમલેશ તિવારી પર ખુર્શીદ બાગ સ્થિત ઘરમાં જ હુમલો થયો. ઘટનાસ્થળેથી રિવોલ્વર જપ્ત કર્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે કમલેશને ગોળી મારવામાં આવી છે. જોકે, બાદમાં ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ધારદાર હથિયારથી કમલેશનું ગળું કાપવામાં આવ્યું છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કમલેશ તિવારીને બે લોકો મળવા આવ્યા હતા. એકે ભગવા કપડા પહેર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.