હિન્દુ મહિલાઓ માટે પિતા યોગરાજસિંહે આપેલા નિવેદનથી યુવરાજે છેડો ફાડ્યો, કહી આવી વાત

ખેડૂત આંદોલન દરમિયાન ક્રિકેટર યુવરાજસિંહના પિતા યોગરાજસિંહે હિન્દુ મહિલાઓ અંગે અત્યંત બિભત્સ શબ્દોનો ઉપયોગ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ.

હવે પુત્ર યુવરાજસિંહે પિતાના નિવેદન સાથે છેડો ફાડી નાંખ્યો છે.આજે પોતાના જન્મદિવસે યુવરાજસિંહે કહ્યુ હતુ કે, હું એક ગૌરવપૂર્ણ ભારતીય હોવાના નાતે યોગરાજસિંહે જે નિવેદન આપ્યુ છે તેનાથી દુખી અને નિરાશ છું. હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે, આ નિવેદન તેમનુ વ્યક્તિગત હતુ અને હું તેમના વિચારો સાથે સંમત નથી.

યુવરાજસિંહે વધુમાં સોશ્યલ મીડિયા પર લખ્યુ હતુ કે, જન્મ દિવસ ઉજવવવાની જગ્યાએ હું પ્રાર્થના કરુ છું કે આપણા ખેડૂતો અને આપણી સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીતથી આ આંદોલનનો ઉકેલ આવશે.ખેડૂતો ભારતની લાઈફલાઈન છે તે વાતમાં કોઈ શંકા નથી.મારુ માનવુ છે કે, એવી કોઈ સમસ્યા નથી જેનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવી ના શકે.

યુવરાજે લોકોને અપીલ કરી હતી કે, કોરોનાની મહામારી હજી ગઈ નથી અને લોકો કોરોનાને હરાવવા માટે સાવધાની રાખે.

યુવરાજે પોતાના સંદેશાની નીચે જય જવાન, જય કિસાન સૂત્ર પણ લખ્યુ હતુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.