બાંગ્લાદેશ (Bangladesh)માં પ્રતિબંધિત ઈસ્લામિસ્ટ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન-બાંગ્લાદેશ (JMB) સાથે જોડોયલા 4 લોકોને એક હિન્દુ પૂજારી (Hindu Priest)ની હત્યા મામલામાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચારેય આતંકીઓ હિન્દુ પૂજારી જગનેશ્વર રૉયના હત્યા કેસમાં દોષી પુરવાર થયા હતા.
રાજશાહી ફાસ્ટ ટ્રેક ટ્રિબ્યૂનલના એક જજ અનૂપ કુમારે આ ચારેયના ગુનાને રેર ઑફ રેરેસ્ટ કરાર કરતાં તેમને ફાંસીની સજા ફટકારી.
શું છે મામલો?
નોંધનીય છે કે, 50 વર્ષીય જગનેશ્વર રૉય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના મુખ્ય મહંત હતા. 21 ફેબ્રુઆરી 2016ના રોજ કેટલાક હથિયારધારી લોકોએ તેમનું ગળું કાપીને નિર્મમતાથી હત્યા કરી હતી.
ધારદાર હથિયારથી તેમના શરીર પર ઘા પણ મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શિષ્ય ગોપાલચંદ્ર રૉયને પણ ગોળી વાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.