હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ કમલેશ તિવારીની હત્યાનું બહાર આવ્યુ સુરત કનેક્શન

સુરત:હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. એવી જાણકારી મળી છે કે, કમલેશ તિવારી ISISના આતંકીઓના નિશાના પર હતા. 2017મા ગુજરાત ATSએ ISISના ઉબૈદ મિર્ઝા અને કાસિમની ધરપરડ કરી હતી. ગુજરાત ATS સિવાય સેન્ટ્ર્લ એજન્સીએ પણ આતંકીઓની પૂછપરછ કરી હતી. બંને આતંકીઓએ પૂછપરછમાં કમલેશ તિવારીનું નામ લીધું હતું.

ઉબૈદ અને કાસિમને તેના હેન્ડલરે વીડિયો દેખાડીને કમલેશ તિવારીને મારવા માટે કહ્યું હતું. તમને જણાવી દઇએ કે, ગુજરાત ATSએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કમલેશ તિવારીની હત્યાની સાજિશ વિશે ખુલાસો કરવામાં આવ્યો હતો. ગુજરાત ATS પાસે કમલેશ તિવારી સંબંધિત આતંકીઓની ચેટિંગના પણ પુરાવા છે.

કમલેશ તિવારીની હત્યાનું કનેક્શન સુરત સાથે પણ મળી રહ્યું છે.  કમલેશ તિવારીને મારવા આવેલા હત્યારા CCTVમા કેદ થયા છે અને તેમાં ભગવા કપડા પહેરીને હુમલાવર મિઠાઇના ડબ્બામાં ચાકૂ, કટ્ટો લઇને આવેલા હતા. ખુર્શિદ બાગ વિસ્તારમાં આ લોકો તિવારીની ઓફિસે આવ્યા હતા તપાસમાં ખબર પડી હતી કે, કમલેશ તિવારી હત્યાકાંડમાં ઉપયોગ થનારો મિઠાઇનો ડબ્બો 16 ઓક્ટોબરના રોજ સુરતની મિઠાઇની દુકાર પરથી ખરીદવામાં આવ્યો હતો. પોલીસ આ મામલે આતંકી કનેક્શનની તપાસમાં જોડાયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.