સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદના કેસ દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રહી ચૂકેલા સિનિયર ધારાશાસ્ત્રી રાજીવ ધવને કહ્યું હતું કે દેશની શાંતિ અને ભાઇચારાને હિન્દુઓ ડહોળી નાખે છે, મુસ્લિમો નહીં.
તેમના આ વિધાને વિરોધ વંટોળ સર્જ્યો હતો. જો કે પોતે બાફ્યું છે એવો ખ્યાલ આવતાં તેમણે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે મારા વિધાનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
જો કે એ પછી પણ એમણે વિવાદમાં ઘી રેડવા જેવું કહ્યું હતું. તેમણે કહ્યું કે હું હિન્દુ શબ્દ વાપરું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવો અર્થ થતો હોય છે. બાબરી મસ્જિદના સંદર્ભમાં જ્યારે જ્યારે હિન્દુ શબ્દ આવ્યો છે ત્યારે એ સંઘ પરિવારની વાત હોય છે.
ઘવને ઉમેર્યું કે મેં કોર્ટમાં કહ્યું હતું કે જેમણે બાબરી મસ્જિદ તોડી પાડી એ હિન્દુ તાલિબાન હતા. એનો અર્થ એ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે લોકો હિંસા અને લિંચિંગમાં સંડોવાયેલા છે એ લોકાેની વાત હતી.
સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલી અયોધ્યા કાંડની સુનાવણી દરમિયાન ધવને મુસ્લિમ પક્ષવતી જોરદાર દલીલો કરી હતી,. એમાંય આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા તરફથી કોર્ટમાં નકશો રજૂ થયો એ નકશો ફાડી નાખ્યા બાદ ધવન મિડિયાના કેન્દ્રમાં આવી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.