ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસનો કહેર હવે ભારત સહિત દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. આ વાયરસના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચીનમાં અભ્યાસ કરતા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ આ વાયરસના કારણે સ્વદેશ પરત ફર્યા છે. બીજી તરફ કોરોના વાયરસની અસર વૈશ્વિક બજારો પર પણ પડી છે. વાયરસના કારણે અલગ-અલગ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ પણ પ્રભાવિત થયો છે.
આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા સમયથી ડાયમંડ સિટી સુરતમાં હીરા કારોબાર પ્રભાવિત થયો છે. ત્યારે હવે ઓટો ઇન્ડસ્ટ્રીમાં દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતો કાર પ્લાન્ટ અસ્થાયી રીતે બંધ થયો હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈએ ઉલસાન ખાતે આવેલ પોતાના સૌથી મોટા પ્લાન્ટ પર કામકાજ 5 દિવસ સુધી બંધ કર્યું છે.
રિપોર્ટ મુજબ ચીનના કોરોના વાયરસના ચેપને વધુ ફેલાવવાથી રોકવા માટે ફેક્ટરીઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે હ્યુન્ડાઈને પોતાનો સૌથી મોટો પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે. આ કારણે કંપની પાસે હવે ઇલેક્ટ્રોનિક સાધનોને આપસમાં જોડવા માટેના સાધનોની અછત થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 દિવસ પ્લાન્ટ બંધ રહેવાથી હ્યુન્ડાઈને અંદાજે ઓછામાં ઓછું 600 અબજ ડોલર એટલે કે 50 કરોડ ડોલરનું નુકસાન થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.