રાજકોટ: હીરામાં મંદી અને માતાની બીમારીને કારણે 2 મિત્રોએ મજબુરી માં શરૂ કર્યો આ શરમજનક ધંધો

youtube.com

પૈસાની મજબૂરી લોકો પાસે ન કરવાના કામ કરાવી દે છે. પૈસા કમાવવા માટે કેટલાક લોકો પરિણામની ચિંતા કર્યા વગર કોઈ પણ કામ કરી બેસે છે. ત્યારે રાજકોટમાં બે યુવકોએ દુકાન ભાડે રાખીને તેમાં દેહ વ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે આ જગ્યા પર રેડ કરતા એક યુવતી સહીત બે યુવકની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એક શખ્સે કબુલાત કરી હતી કે, માતાના હાથનું ઓપરેશન હોવાથી પૈસાની જરૂરિયાતના કારણે તેઓએ આ ધંધો કરવાનો વિચાર કર્યો.

એક રીપોર્ટ અનુસાર રાજકોટની ગાંધીગ્રામ પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટમાં આવેલી રૈયા ચોકડી પાસે કેટલાક ઇસમો કૂટણખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે રૈયા ચોકડી પાસે આવેલા અંબિકા કોમ્પ્લેક્ષમાં પહેલા માળે એક દૂકાનમાં રેડ કરી હતી, પોલીસની રેડ દરમિયાન દૂકાનમાં દેહ વ્યપારનો ધંધો ચાલતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે દુકાનની તપાસ કરતા તેમાં થી કોન્ડમ સહીત કેટલીક ચીજ વસ્તુઓ મળી આવી હતી.

પોલીસે રેડ દરમિયાન એક મહિલા સહીત કૂટણખાનું ચલાવતા ધવલ વણપરીયા અને અમૃત માથોળીયાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ધવલ વણપરીયા સુરતના હીરાના રસોઈકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ધવલની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેનું માતાનું હાથનું ઓપરેશન કરાવ્યું હોવાના કારણે તેને પૈસાની ખૂબ જરૂરીયાત હતી અને બીજી તરફ સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો. એટલા માટે પૈસાની જરૂરીયાત પૂર્ણ કરવા માટે તેને દસ દિવસ પહેલા અમૃત સાથે મળીને દુકાન ભાડે રાખીને કૂટણખાનુ ચાલુ કર્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.