અરે તમે જાણો છો, ગુજરાતનું આ ગામ રક્ષાબંધનનો પવઁ તહેવાર નથી ઉજવતું.તેની પાછળ નું રહસ્ય આ રહયું….

રક્ષાબંધનની ઉજવણી સામાન્ય રીતે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પરંતુ પાટણનું સમી તાલુકાનું અંતરિયાળ વિસ્તારનું એક ગામ છે એ આ દિવસને નહીઓ પરંતુ ભાદરવા સુદ તેરસનાં દિવસે રક્ષાબંધનનો પવઁ ઉજવે છે.

આવો આજે આપણે જાણી તેની પાછળનું રહસ્ય છે શું.? પાટણનાં ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે ૭૦૦ વષઁ પહેલાં એક એવી ધટના બની હતી કે શ્રાવણ સુદ પૂનમનાં પવઁ ગામનાં ચાર યુવાનો પરંપરા મુજબ ,માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયાં હતાં.અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડામાં પાણી ભરતાં અચાનક ડૂબી ગયા. આ વાતથી ગ્રામજનો તળાવ ખાતે આવી પહોંચ્યા. અને કલાકો સુધી શોધખોળ કરતાં યુવાનોની ભાળ મળી નહીં. છેવટે યુવાનનું મોત નીપજ્યું હશે તેવું સમજી લઇ લોકો તળાવથી ધરે પરજ ફયાઁ અને આખા ગામમાં શોકનું મોજું ચારેય તરફ ફરી વળ્યું હતું.

એક દિવસ ગામના મુખિયાને સપનુ આવ્યું કે, જેમાં ગ્રામજનોના આસ્થા સમા ગોધણશાપીર દાદા આવ્યા છે. તેમને કહ્યુ કે, આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં તળાવમાં ડૂબેલા ચાર યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સપનાની વાત સવારે મુખિયાએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળ્યા હતા. ગ્રામજનોની નજર સામે મોટો ચમત્કાર થયો હતો. આમ આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1065527094191584/

આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર આવ્યા હતા. તે દિવસે ગામમાં રહેતી દીકરીઓએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. તે દિવસ એટલે કે ભાદરવા સુદ તેરસનો દિવસ. ત્યારથી ગામના લોકો ભાદરવા સુદ પૂનમના દિવસે જ રક્ષાબંધન ઉજવે છે. આજે પણ 700 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી નથી કરતું. પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચઢાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.