જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલી પાનેતર હોટલ સામે સાંજના સમયે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરી પગપાળા ઘરે જતી બે યુવતીઓને એક અજાણ્યા કાર ચાલકે ફૂટબોલની માફક હડફેટે લેતા બન્ને યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની ઘટના બનતા સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે ખસેડી હતી.જેમાં એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતા જસદણ પોલીસે CCTV ફુટેજના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.