સાઉથ આફ્રિકા પહેલાં બીસીસીઆઈ એ સોંપી મહત્વની જવાબદારી..
ટીમ ઈન્ડિયાની કમાન રોહિતનાં હાથમાં.
વન-ડેમાં (ONE DAY) ભારત ટીમની (INDIA TEAM) કમાન રોહિત શર્માને (ROHIT SHARMA) સોંપવામાં આવશે. દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) પ્રવાસ દરમિયાન રોહિત શર્મા વન-ડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ (CAPTAINCY) કરશે. તેની સત્તાવાર જાહેરાત ટીમની જાહેરાત સાથે કરવામાં આવશે. રિપોર્ટ મુજબ વન-ડેમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ત્યાં ભારતીય ટીમ ટેસ્ટ અને વનડે સિરીઝ રમશે. કોરોનાવાયરસ ના નવા વેરિયન્ટ ઓમિક્રોન જોખમ વચ્ચે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ અને તેટલી જ વન-ડે રમશે.
તેના માટે હવે રિવાઇઝ્ડ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. ક્રિકેટ સાઉથ આફ્રિકા એક ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. આ પ્રવાસની શરૂઆત 26 ડિસેમ્બરે સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચથી થશે.
તેનાં પછી ૩ થી ૭ જાન્યુઆરી સુધી જહોનિસબગઁમાં બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ૧૧-૧૫ની વચ્ચે કેપટાઉનમાં રમાશે. ત્યારબાદ ૧૯ જાન્યુઆરીએ પાર્લમાં મેચ સાથે વન-ડે સિરીઝની શરૂઆત કરશે.ત્યારબાદ ૨૧ જાન્યુઆરીએ બીજી વનડે પાર્લમાં જ રમાશે. અને ત્રીજી વનડે ૨૩ જાન્યુઆરી કેપટાઉનમાં રમાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.