અવારનવાર એવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. જે બન્યા બાદ પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ જ બાકી રહેતો નથી. અને પરિસ્થિતિને વશ બનીને હોશ ગુમાવી બેઠેલા વ્યક્તિઓ ન જાણે શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી હાલમાં જ એ પ્રકારની એક ઘટના થાનના સોનગઢ ગામમાંથી સામે આવતા ફફડાટ મચી ગયો છે.
પોરબંદર જિલ્લામાં આવેલા કુછડીના બેરોજગાર વિસ્તારમાં અરજણ સવદાસભાઇ કુછડીયા નામનો વ્યક્તિ રહે છે.અને અરજણ ના લગ્ન થોડા સમય પહેલા સીમર ગામની એક યુવતી કે જેનું નામ કિરણ હતું તેની સાથે થયા હતા. લગ્નના માત્ર આઠ જ મહિનામાં કિરણ નામની આ યુવતીએ અરજણ નામના યુવકને છોડી દીધો હતો..
આ બાબતને લઈને અરજણ ખૂબ જ દુઃખી થયો હતો અને કોઈપણ પ્રકારનો વાંક ન હોવાને કારણે પણ કિરણ તેને છોડીને જતી રહી હતી. કિરણ એ અરજણ ને છોડી દીધા બાદ રતિયા ગામના ભાવેશ નામના વ્યક્તિ સાથે રહેવા લાગી હતી અને ભાવેશ સોનગઢ ગામમાં હિટાચી મશીન ચલાવતો હતો અને રેતી કાઢવાનું તેમજ ખોદકામ કરવાનું અને પથ્થરોં ને બહાર કાઢવાનું કામ તે હિટાચી મશીન વડે કરતો હતો..
કિરણ તેના પતિ અરજણને છોડીને ભાવેશ નામના યુવક સાથે રહે છે. એ બાબતની જાણ થતાની સાથે જ અરજણ ભાવેશ સાથે કામ કરવા માટે સોનગઢ આવી ગયો હતો.અને તેણે થોડા જ દિવસમાં ભાવેશ સાથે મિત્રતા બનાવી લીધી હતી. અને ભાવસાથે હિટાચી મશીન લઈને પથ્થરો કાઢવાનું કામ પણ કરવા લાગ્યો હતો..
જ્યારે જ્યારે ભાવેશ કોઈ કારણોસર બહારગામ જતો હતો. એ સમય દરમિયાન તે પોતાની પૂર્વ પત્ની કિરણ ને મળવા માટે પહોંચી જતો હતો. તેઓ એકબીજાથી છૂટા થઈ ગયા હતા છતાં પણ અરજણ જેની પૂર્વ પત્ની કિરણ ને મળવા માટે ખૂબ આતુર હતો. અને આ વાતની ભનક એક દિવસ ભાવેશ ને થઈ જતા ભાવેશે અરજણ ને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો..
એક સમયે અરજણ અને ભાવેશ સોનગઢ ગામમાં પથ્થરો કાઢવાનું કામ કરી રહ્યા હતા. એ સમય દરમ્યાન અરજણ ખાડા પાસે ઉભો હતો અને ભાવેશ હિટાચી મશીન ચલાવી રહ્યો હતો અને ત્યારે ભાવેશ ને આ બાબત અચાનક યાદ આવી જતાં તેણે અરજણને હિટાચી મશીન નો પાવડો મારીને ખાડામાં ધકેલી દીધો હતો..
ત્યારબાદ તેના ઉપર હિટાચી મશીનનું બકેટ મારી મારીને તેને ઘટનાસ્થળે જ પતાવી દીધો હતો. અને ત્યારબાદ તેના ઉપર પથ્થરો નાખી દીધા હતા જેથી કરીને ખાડો બુરાઈ જાય અને અરજણ નો અતો પતો ન રહે.આમ અરજણ ને પતાવી દીધા બાદ ભાવેશ તાત્કાલિક ધોરણે અરજણના ગામે પહોંચ્યો હતો…
અને ગ્રામજનોને તેમજ પરિવારજનોને તેણે જણાવ્યું હતું કે, અરજણ અચાનક જ ગુમ થઈ ગયો છે. તે ક્યાં ચાલ્યો ગયો છે આ બાબત જણાવીને તે સમગ્ર ઘટનાને કંઈક બીજી તરફ જ દોરવા માટે પ્રેરિત કરી રહ્યો હતો.અને હાલ પોલીસે આરોપીને પકડીને કોર્ટ પાસેથી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ હાલ તેની ખૂબ કડક પૂછતા જ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.