શોર્ટ વીડિયો મેકિંગ અને શેરિંગ પ્લેટફોર્મ TikTok ગત કેટલાક મહિનાથી ચર્ચામાં છે. એપને જૂનના અંતમાં ચાઇનીઝ કનેક્શનને લઇને ભારતમાં પ્રતિબંધ કરી દેવામાં આવ્યું, તે બાદ જાપાન અને અમેરિકા જેવા દેશ પણ તેની પર પ્રતિબંધ લાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે. પ્રતિબંધને લઇને કરોડો યૂઝર્સ ઓથા થયા બાદ પણ એપ જુલાઇમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવી અને ડાઉનલોડ્સ ચાર્ટમાં ટોપ યથાવત છે.
નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ દેશની સરકારો તરફથી કરવામાં આવી રહેલા દબાણ છતા TikTok એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર જુલાઇ, 2020માં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવતી એપ બની, એનાલિટિકલ ફર્મ સેંસર ટાવર તરફથી એપ્સ ડાઉનલોડ્સથીલ જોડાયેલા લેટેસ્ટ ડેટા શેર કરવામાં આવ્યા છે. જુલાઇ, 2020ની રિપોર્ટ પણ ગત મહિનાની જેમ જ છે અને તેમાપણ ટોપ સ્ટોપ પર TikTok આગળ છે.
જુલાઇ મહિનામાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી ટોપ-5 એપ્સની વાત કરીએ તો તેમા ટિકટોક સિવાય ફેસબુક, જુમ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સામેલ છે. બન્ને એપ સ્ટોર્સના ટોપ ચાર્ટમાં ટિકટોક સૌથી ઉપર રહ્યું અને બન્ને સ્ટોર્સ મળીને તેને જુલાઇ મહિનામાં 6.52 કરોડ બાદ ડાઉનલોડ કરવામાં આવી, ભારતમાં ટિકટોક પ્રતિબંધ કર્યા બાદ તેના જેવા ફીચર્સ આપનારી એપ Likee અને Snack Video પણ પોપ્યુલર થયા અને ટોપ-10 ચાર્ટમાં પહોંચ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.