હજી પણ નહીં સુધરીએ તો અમદાવાદની હાલત ચીનના વુહાન કરતાં પણ થશે ખરાબ…!

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય દેશનું એવું રાજ્ય બનવાની કગાર પર છે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંકડો 1300ને પાર કરી ગયો છે. આ દરમિયાન ખાસ વાત એ છે કે ગુજરાતમાં આવેલા 60 ટકા કેસ અમદાવાદમાંથી છે. આ પરથી ગુજરાતનું હોટસ્પોટ અમદાવાદ બની ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે અમદાવાદને રેડ ઝોનમાં રાખ્યું છે, અહીં છેલ્લા પાંચ દિવસમાં દર 24 મિનિટમાં એક નવો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 18 એપ્રિલે અમદાવાદમાં 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં.

ગુજરાતમાં કોરોનાથી 53 લોકોનાં મૃત્યુ થઇ ચૂક્યા છે. રાજ્યના હેલ્થ સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ડોક્ટર્સ સહિત 36 વોરિયર્સ પણ કોરોના પોઝિટિવ છે.

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 302 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા દર્દીઓની સંખ્યા 243 હતી. અમદાવાદમાં પહેલો કેસ 21 માર્ચે નોંધાયો હતો. અમદાવાદમાં 300 કેસનો આંકડો 25 દિવસમાં થયો હતો પરંતુ બાકીના કેસની સંખ્યા માત્ર પાંચ દિવસમાં ડબલથી પણ વધી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.