હજુ ત્રણ વાગ્યા સુધીના આંકડા આવવાના બાકી છે, રાહ જુઓ પરિણામ સારું છે: મનોજ તિવારી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતા દેખાઇ રહ્યા છે. શરૂઆતના રૂઝાનોમાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી મળતી દેખાય રહી છે. રૂઝાનો બાદ ભાજપ અને કોંગ્રેસે પોતાની હાર પણ સ્વીકારી લીધી છે. તો આમ આદમી પાર્ટીની ઓફિસમાં જશ્નનો માહોલ છે… ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા તમામ અપડેટ…

સવારે 10.50 વાગ્યે ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે 68 સીટોના રૂઝાન આવી ગયા છે. આમ આદમી પાર્ટી 50 સીટો પર આગળ છે, ભાજપ 18 સીટો પર આગળ

હજુ ત્રણ વાગ્યા સુધીના આંકડા આવવાના બાકી છે, રાહ જુઓ પરિણામ સારું છે: મનોજ તિવારી, ભાજપ દિલ્હીના અધ્યક્ષ

27 બેઠક પર માંડ 1000 મતોનો છે ફરક : મનોજ તિવારી

અત્યાર સુધીના જે રૂઝાન છે, સતત અમારી સ્થિતિ સારી થઇ રહી છે. અમે એક્ઝિટ પોલ કરતાં શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ. આગળના તબક્કામાં ગણતરી પર જ સ્થિતિ સ્પષ્ટ થશે. નિરાશ થવાની જરૂર નથી

10.32 વાગ્યે: બવાનામાં ભાજપના રવિંદર કુમાર આગળ ચાલી રહ્યા છે
ચાંદની ચોકથી આપ પ્રહલાદ સિંહ આગળ, અલકા લાંબા પાછળ
હરિનગર વિધાનસભા સીટ પરથી તજિંદર બગ્ગા પાછળ ચાલી રહ્યા છે, આપના રાજકુમાર આગળ

અત્યાર સુધીના રૂઝાનોના મતે આમ આદમી પાર્ટીને બહુમતી મળતી દેખાય રહી છે. પાર્ટી 49 સીટો પર આગળ છે, પરંતુ પાછલી ચૂંટણીની સરખામણીમાં તેને નુકસાન. 2015મા કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીને 67 સીટો મળી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.