હજુ કોરોનાનો ત્રાસ શમ્યો નથી ત્યાં ફિલિપાઇન્સમાં વધું એક ખતરનાક વાયરસથી લોકો ભયભીત

જીવલેણ વાયરસ કોરોનાએ દુનિયા આખીને પોતાના લપેટામાં લઈ લીધી છે. અત્યાર સુધીમાં 7000 લોકોના મોત નિપજી ચુક્યા છે. કહેર મચાવનારા કોરોના વાયરસની રસી હજી શોધાઈ નથી ત્યાં તો વધુ એક જીવલેણ વાયરસે દેખા દેતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ વાયરસે ફિલિપાઈન્સમાં દેખા દીધી છે. ફિલિપાઈન્સ પહેલાથી જ કોરોના વાયરસના પડકાર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે વધુ એક વાયરસે તેને મુશ્કેલીઓ વધારી દીધી છે. ફિલિપાઈન્સમાં આ વાયરસ તેના ઉત્તર પ્રાંતમાં જોવા મળ્યો છે.

ફિલિપાઈન્સના ઉત્તરી પ્રાંતમાં ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસ બાદ હવે જીવલેણ બર્ડ ફ્લૂ ખુબ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. જેના કારણે ફિલિપાઈન્સની સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે.

આ વાયરસ બટેર નામના પક્ષીના કારણે ફેલાઈ રહ્યો છે. આ વાયરસે લોકોને પોતાના ઝપેટમાં લેવાનું શરૂ કરી દેતા ફિલિપાઈન્સ સરકાર માટે કોરોના બાદ હવે નવી મુસીબત ઉભી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.