આ વખતે કોરોના સંક્રમણના બીજા તબક્કામાં, હજી સુધી ડાયમંડના વ્યાપારને કોઇ અસર થઇ નથી : નાનુ વેકરિયા

સુરત ડાયમંડ એસોસિયેશન કહે છે કે હાલની સ્થિતિએ સુરતમાં 3000થી વધુ નાના-મોટાં ડાયમંડ કટીંગ અને પોલિશિંગના યુનિટમાં પાંચ લાખ કરતાં વધુ કારીગરો કામ કરી રહ્યાં છે.

ડાયમંડના પરપ્રાંતિય કારીગરોએ શહેરમાંથી ઉચાળા ભરી લીધા હતા. જો કે તે સમયે માલિકોએ તેમના યુનિટ બંધ કરતાં કારીગરો બેકાર બની ગયા હતા અને તેમની પાસે રોજગારીનો કોઇ વિકલ્પ હતો નહીં.

આ વખતે કોરોના સંક્રમણના બીજા તબક્કામાં હજી સુધી ડાયમંડના વ્યાપારને કોઇ અસર થઇ નથી તેવું સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ નાનુ વેકરિયાનું કહેવું છે.

માત્ર 10 ટકા કારીગરો ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના છે. હયાત કારીગરો પૈકી માત્ર પાંચ ટકા શ્રમિકો તેમના વતનના જિલ્લામાં ગયા છે જે મોટાભાગે લગ્ન અને સામાજીક કાર્યક્રમોમાં હાજરી આપવા ગયા હતા. કેટલાક કોરોનાના ડરના કારણે વતન જતા રહ્યાં છે.

બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે સુરતના હીરા ઉદ્યોગનું ટર્નઓવર 145000 કરોડ રૂપિયા છે. તેઓ પણ કહે છે કે સુરતનો આ ઉદ્યોગ અસરગ્રસ્ત નથી કેમ કે એકમોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.