હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોનાથી મળશે મુક્તિ: સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર

 

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે શનિવારે લોકોને આહ્વાન કર્યું છે કે, દેશમાં કોરોના વાઈરસ મહામારીને સમાપ્ત કરવા માટે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરે.

સાધ્વી પ્રજ્ઞાએ ટ્વીટ કર્યું કે, આવો આપણે સૌ મળીને કોરોના વાઈરસ મહામારીને પૂર્ણ કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજે 25 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 7 વાગ્યે પોતાના ઘરે હનુમાન ચાલીસાના પાંચ પાઠ કરો.

તેમણે કહ્યું, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નિશ્ચિતરૂપથી આપણે બંન્ને પ્રકારના લાભ મેળવી શકીએ છીએ અને કોરોનાથી મુક્તિ મળશે, આવો આપણા સૌનો વિશ્વાસ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.