Holi Tips: હોળીમાં ઘણીવાર આપણે કેટલાંક એવા રંગ લગાવી લઇએ છીએ જેને કાઢવા મુશ્કેલ બની જાય છે. તેવામાં આ તેલને લગાવવાથી ચહેરા અને વાળનો રંગ ધોવાઇ જાય છે અને સ્કિનનું ટેક્સ્ચર પણ સુધરે છે.
holi 2024: હોળીને તહેવાર નજીક છે અને આ તહેવારમાં લોકો એકબીજાને એટલો રંગ લગાવી દે છે કે ઘણીવાર ચહેરો ઓળખવો પણ મુશ્કેલ બની જાય છે. તેવામાં જો તમે હોળી રમતા પહેલા આ તેલ વાળ કે ચહેરા અથવા શરીરના કોઇપણ ભાગ પર લગાવી દેશો તો શરીર પર રંગ નહીં ચોંટે. જેવું તમે પાણી નાંખશો બધો રંગ ઉતરી જશે. તેથી હોળી રમતાં પહેલા તમારે આ તેલ જરૂર લગાવી દેવું જોઇએ. તો ચાલો જાણીએ કે હોળી રમવાના કેટલાં સમય પહેલા આ તેલ લગાવી દેવું જોઇએ અને હોળી રમ્યા પછી શું કરવું જોઇએ.
હોળી રમતા પહેલા શરીર પર બદામનું તેલ (almond oil) લગાવવું જોઈએ. તમારે ફક્ત આ તેલ લેવાનું છે અને તેને તમારા હાથ વચ્ચે લગાવવાનું છે અને પહેલા તેને વાળમાં સારી રીતે લગાવવાનું છે. આ વખતે તમારે તેલને આખા વાળ પર લગાવવાનું છે. આ પછી તમારા ચહેરા, હાથ, પગ, ગરદન, પીઠ અને અન્ય દરેક ભાગ જ્યાં રંગ લાગી શકે ત્યાં તેલ લગાવો. ખરેખર આ તેલ લાઇટ હોય છે અને ધોયા પછી સરળતાથી નીકળી જાય છે.
હોળી રમ્યા પછી સ્કિન પરથી રંગ કેવી રીતે ઉતારવો?
ધ્યાનમાં રાખો કે તમે હોળી રમ્યા પછી આ રંગને સરળતાથી સાફ કરી શકો છો. તમારે ફક્ત એક કપડાને ભીનું કરવાનું છે અને તેનાથી રંગોને સાફ કરવાના છે. તેલના લેયરને કારણે, તે સરળતાથી સાફ થઈ જશે અને સ્કિન પર કલરના ડાઘ પણ દેખાશે નહીં. એકવાર રંગ સ્કિન પરથી નીકળી જાય પછી, સ્કિનને બોડી વૉશ અથવા સ્ક્રબથી સાફ કરો. આમ કરવાથી રંગ સરળતાથી સાફ થઈ શકે છે.
વાળ પરથી આ રીતે દૂર કરો હોળીના રંગ
એક દિવસ પહેલા કન્ડિશનર કરો
તમે હોળી રમવા માંગતા હોવ તેના આગલા દિવસે તમારા વાળ ધોઈ લો અને હેર કંડીશનરનો ઉપયોગ કરો. જો તમે તમારા વાળ ધોવા નથી માંગતા, તો તમારા વાળમાં યોગ્ય રીતે હેર સીરમ લગાવો. આ તમારા વાળ પર એક લેયર બનાવશે, જે તમારા વાળને રંગથી બચાવશે.
હેર માસ્ક જરૂરી
જો તમે ઘરે હોળી રમી રહ્યા છો, તો તમે તમારા વાળમાં હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ માટે એરંડાના તેલમાં લીંબુનો રસ મિક્સ કરો અને તેને તમારા વાળમાં બરાબર લગાવો. આ તમારા વાળને યોગ્ય રીતે કવર કરશે. આનો ઉપયોગ કર્યા પછી, રંગ વાળમાં ચોંટશે નહીં.
વાળ બાંધી દો
જો તમારા વાળ લાંબા છે તો ક્યારેય પણ તમારા વાળ ખુલ્લા રાખીને હોળી ન રમો. હોળી રમતા પહેલા તમારા વાળ બરાબર બાંધો. જો તમે અંબોડો વાળી શકતા નથી, તો તમારા વાળમાં પોનીટેલ બનાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.