હોળી પર ચંદ્ર ગ્રહણ… બનશે 2 અશુભ યોગ, આ 5 રાશિવાળા રહે સાવધાન, બચવાના ઉપાય પણ જાણો

પહેલું ચંદ્ર ગ્રહણ 25મી માર્ચે એટલે કે ધૂળેટીના દિવસે લાગી રહ્યું છે. આ દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવાશે. હોળી-ધૂળેટીના આ અસરે 100 વર્ષ …

25 માર્ચના રોજ ધૂળેટીનો તહેવાર આખા દેશમાં ઉજવાશે. આ દિવસે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ થશે. અત્રે જણાવવાનું કે ચંદ્ર ગ્રહણ 25મી માર્ચે સવારે 10.23થી શરૂ થશે અને બપોરે 3.02 વાગે પૂરું થશે. ગ્રહણની સાથે જ  ધૂળેટી પર આ વખતે અનેક અશુભ યોગ પણ  બની રહ્યા છે. મીન રાશિમાં સૂર્ય અને રાહુની અશુભ યુતિથી ગ્રહણ યોગ બની રહ્યો છે. આ સાથે જ કુંભ રાશિમાં મંગળ અને શનિની ખતરનાક યુતિ બની રહી છે. આ અશુભ યોગો વચ્ચે ગ્રહણ 5 રાશિવાળા માટે ભારે રહેશે.

મેષ રાશિ: હોળીનો તહેવાર મેષ રાશિના જાતકોના જીવનમાં સંકટ વધારનારો રહેશે. આ દરમિયાન કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હોળી બાદ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. પૈસાનું નુકસાન થશે. સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો પડશે. કરિયરમાં સફળતા મેળવવા માટે તમારે ખુબ મહેનત કરવી પડશે. કોઈ જૂની બીમારી ફરીથી ઉથલો મારી શકે છે. ઉપાય માટે હોળિકા દહન બાદ 7 લવિંગની જોડી ચઢાવો.

વૃષભ રાશિ: વર્ષ 2024નું પહેલું ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં થવા જઈ રહ્યું છે. આવામાં વૃષભ રાશિવાળાએ ખાસ સાવધાન રહેવું પડશે. નોકરીમાં દબાણ ઝેલવું પડી શકે છે. કામ વધુ કરવું પડશે. સીનિયર્સ ખુશ નહીં રહે. આ સાથે જ ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં અડચણ આવી શકે છે. પરિવારના મામલે જો કોઈ નિર્ણય લેતા હોવ તો સમજી વિચારીને લેજો. ઉપાય તરીકે હોળિકા દહનમાં ઘઉની ડૂંડી ચઢાવો.

કન્યા રાશિ: ગ્રહણ કન્યા રાશિમાં જ પડવા જઈ રહ્યું છે. આ રાશિ માટે ખુબ અશુભ સંકેત મળી રહ્યા છે. કન્યા રાશિવાળાએ કરિયર અને કારોબારમાં તણાવ ઝેલવો પડી શકે છે. મનમાં નકારાત્મક વિચાર આવશે. પોતાના પરથી ભરોસો ઉઠી જશે. પરિવારના લોકો સાથે વાદવિવાદ વધી શકે છે. ગંભીર બીમારી થઈ શકે છે. સંબંધીઓમાં તણાવ વધશે. વાણી પર કાબૂ રાખજો. ઉપાય તરીકે હોળીની અગ્નિમાં ચૂપચાપ સવા સો ગ્રામ હળદર નાખી દેજો.

કુંભ રાશિ: આ રાશિવાળાએ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લાઈફ પાર્ટનર સાથે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ શકે છે. જીવનમાં વિવાદ વધશે અને તમારી વાણીના કારણે અનેક પ્રકારના ઉતાર ચડાવ જોવા મળી શકે છે. આ કારણે લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. કારોબારમાં નુકસાન થઈ શકે છે. ઉપાય તરીકે હોળિકા દહન બાદ 5 વાર પરિક્રમા કરો.

મીન રાશિ: મીન રાશિવાળાએ સંતાન તરફથી મુશ્કેલીઓ જોવી પડી શકે છે. પરિવાર કે અભ્યાસને લઈને સમસ્યા આવી શકે છે. કોઈ જૂની બીમારી ઉથલો મારી શકે છે. વેપાર માટે સમય સારો નથી. ખુબ મહેનત છતાં ફળ મળશે નહીં. પરિવારમાં તણાવ વધશે. ઉપાય તરીકે હોળી પર માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાલ અર્પણ કરો

.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.