Holi Special: 200 વર્ષોથી ગુજરાતના આ ગામે નથી જોઈ હોળી, જ્યારે જ્યારે હોળી પ્રગટાવી ત્યારે ત્યારે લોકોના ઘર આપોઆપ બળવા માંડ્યા છે. અત્યાર સુધી ગામમાં ઘણીવાર બની ચુક્યો છે આવો બનાવ….
Holika Dahan : આજે હોળીનો પવિત્ર પર્વ છે. આજે હોલિકા દહન કરવામાં આવશે. ગુજરાતના દરેક વિસ્તારમાં નાના-મોટા મહોલ્લામાં લોકો હોલિકા દહન કરીને તેના દર્શન કરતા હોય છે. ત્યારે ગુજરાતના એક ગામની કહાની એટલી વિચિત્ર કે, જાણીને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. ગુજરાતમાં એક એવું પણ ગામ છે જ્યાં જ્યારે જ્યારે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ત્યારે આખુ ગામ ભડકે બળ્યુ. જ્યારે પણ ગુજરાતના આ ગામમાં હોલિકા દહન કરવામાં આવતું એ જ સમયે આપમેળે એ ગામમાં વિકરાળ આગ લાગવવા લાગતી. આ કિસ્સો કંઈ આજકાલનો નથી આ પરિસ્થિતિ છેલ્લાં 200 વર્ષથી ચાલી આવે છે.
આખી જિંદગી નીકળી ગઈ, પણ ગામ લોકોએ નથી જોઈ હોળીઃ
અહીં વાત થઈ રહી છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની. અહીં વાત થઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલાં ડીસા તાલુકાની. જીહીં અહીં વાત થઈ રહી ડીસા તાલુકામાં આવેલાં રામસણ ગામની. આ કહાની કોઈપણ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. તેથી તેની સ્ક્રીપ્ટ પણ તમને જરા ફિલ્મી જ લાગશે. પણ હકીકત છે. છેલ્લાં 200 વર્ષ કરતા પણ વધારે સમયથી અહીં ક્યારેય હોળીનો તહેવાર મનાવાયો નથી, અહીં ક્યારેય હોળી પ્રગટાવાઈ નથી. આ ગામમાં એવા પણ કેટલાંય લોકો છે જેમની આખી જિંદગી નીકળી ગઈ પણ તેમણે ક્યારેય હોળી પ્રગટતા જોઈ નથી.
દાયકાઓથી કેમ આ ગામમાં નથી પ્રગટાવવામાં આવતી હોળી?
અજીબ પરંપરાને કારણે બનાસકાંઠાના ડીસામાં આવેલ રામસણ ગામમાં 2012 વર્ષોથી હોળી ઉજવાતી નથી. આ પાછળ એક માન્યતા અને એક ડર છુપાયેલો છે. આજે રંગોથી ભરેલો પવિત્ર હોળીના તહેવારની સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય છે. પરંતુ બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની 212 વર્ષોથી વધુ સમયથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવતા નથી.
ભગવાન રામે ગુજરાતના આ ગામમાં પુજા કરી હોવાની માન્યતાઃ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ. આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે, ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા.
વર્ષો પહેલાં કેમ લાગી હતી ગામમાં વિકરાળ આગ?
બનાસકાંઠાના રામસણ ગામમાં વર્ષો પહેલાં વિકરાળ આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. તેથી
હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ હતી. તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.
આ ગામના લોકોને સતાવે છે કઈ વાતનો ડર?
ગામમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી કહે છે કે, અમારા ગામમાં 200 વર્ષોથી વધુ સમયથી હોળી નથી પ્રગટાવી, સાધુ સંતોના શ્રાપના કારણે હોળીના દિવસે ગામમાં આગ લાગી જતી. તો ગામના રહેવાસીઓનું કહેવું છેકે, અમારા ગામમાં 200 વર્ષથી હોળી નથી પ્રગટાવવામાં આવતી સાધુ સંતોના શ્રાપ ગામમાં હોળીના દિવસે આગ લાગી ગઈ હતી અને એવું 3 વખત થયું ત્યારથી લોકો ડરી ગયા છે અને હોળી નથી મનાવતા. સાધુ સંતોના શ્રાપના કારણે આગમાં આગ લાગવાથી ખૂબ નુકશાન થયું ત્યારથી ગામમાં હોળી પ્રગટાવતા નથી.
હોળીનો દિવસ આવતા જ કેમ થરથર ધ્રુજે છે ગુજરાતનું આ ગામ?
રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે, જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ 212 વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે. આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે, તો એમને પણ દુખ થાય છે કે આમરા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી. તેથી હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.
ગામના ઘણાં 80-80 વર્ષના ડોસાઓ પણ કહે છેકે, અમારા ગામમાં મેં ક્યારેય હોળી જોઈ નથી પરંપરા પ્રમાણે હોળી નથી પ્રગટાવાતી. 212 વર્ષથી અમારા ગામમાં હોળી નથી થઈ અમે હોળી કેવી રીતે મનાવવામાં આવે છે એ અમે જોઈ નથી અને અમારી આવનારી પેઢી પણ આ ગામમાં હોળી નહિ જોઈ શકે તેનું અમને દુઃખ છે. અમારા ગામમાં હોળી પ્રગટાવતા નથી.મારી ઉંમર 80 થઇ અમે હજુ સુધી હોળી જોઈ નથી.
વર્ષો પહેલા પહેલા બનેલી ઘટના થી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેવો આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી. પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે. જોકે આ ગામ હોળીનો તહેવાર નથી ઉજવતું પરંતુ ધુળેટીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક ઉજવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.