હોળીના તહેવારને લઇ દાહોદની સરકારી શાળાનો શિક્ષક બુટલેગર બન્યો, ઘર અને ખેતરમાં દાટેલો 2 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદઃ દાહોદ જિલ્લામાં શિક્ષક બુટલેગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકના ઘર અને ખેતરમાંથી બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીના તહેવારને લઇને દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં જમીનમાં દાટી દીધો હતો. સુખસર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાબુડી ફળીયામાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક સડીયાભાઇ ઉર્ફે સરદારભાઇ હકલાભાઇ બામણીયાના ઘરમાં અને ખેતરમાં હોળીને પગલે દારૂ છુપાવવામાં આવેલો છે. જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચનાથી ઝાલોદ ડીવાયએસપી જાદવના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના એ.એસ.આઇ શંકરભાઇ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ અને મનોજભાઈ જીતુભાઈ સહિત સ્ટાફે રેડ પાડીને શિક્ષકના ઘરમાં અને ખેતરમાં દાટેલો 2.04 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.