હોળીનો તહેવાર સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે,અમૃત સિદ્ધિ યોગ પણ બનશે આ દિવસે

29 માર્ચે હોળીના દિવસે કન્યા રાશિમાં ચંદ્ર વિરાજમાન રહેશે. ગુરુ અને શનિ બંને પોતાની ગ્રહ રાશિમાં રહેશે. રંગોનો તહેવાર હોળી આ વર્ષે સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે. આ સમયે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષવિદ્ કહે છે આ વખતે હોળી પર ધ્રૂવ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષના અનુસાર આ રીતના ગ્રહોનો યોગ 499 પહેલા 3 માર્ચ 1521એ બન્યો હતો.

ગ્રહ નક્ષત્રના નબળા હોવાના કારણે આ સમયે જાતકની નિર્ણયની ક્ષમતા ઘટે છે. હોળાષ્ટકના સમયે પૂજા પાઠનું ખાસ મહત્વ હોય છે. હોળાષ્ટકના સમયમાં સીઝનમાં ફેરફાર હોય છે. આ માટે દિનચર્યાને અનુશાસિત રાખો તે જરૂરી છે.

જ્યોતિષના આધારે ચંદ્રમા મિથુન રાશિમાં વિરાજમાન રહેશે અને આ દિવસે આદ્રા નક્ષત્ર રહેશે. જ્યોતિષના આધારે હોળાષ્ટકનું સમાપન હોળિકા દહનના દિવસે થાય છે. આ સમયે વિવાહનું કોઈ મૂહૂર્ત હોતું નથી. આ દિવસમાં કોઈ માંગલિક કામો થઈ શકતા નથી. નવા ઘરમાં પ્રવેશ પણ આ દિવસોમાં કરવો નહીં. ભૂમિ પૂજન પણ આ દિવસમાં કરવું નહીં.

આ સાથે જ રંગનું પર્વ ધૂળેટી 28 માર્ચ 2021એ સવારે 03 વાગીને 27 મિનિટથી શરૂ થશે અને 29 માર્ચ 2021એ રાત્રે 12 વાગીને 17 મિનિટ પર સમાપ્ત થશે.

આ વર્ષે 29 માર્ચ એટલે કે હોળીના દિવસે કન્યા રાશિમાં ચંદ્ર વિરાજમાન રહેશે. ગુરુ અને શનિ બંને પોતાની ગ્રહ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના અનુસાર આ વિશેષ યોગ માનવામાં આવી રહ્યો છે. જાણકારો કહે છે કે આવો યોગ 499 પહેલા 3 માર્ચ 1521એ બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.