ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં દારૂની રેલમછેલ? વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સહિત બે બુટલેગરોની ધરપકડ.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાંથી ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને શહેર એસઓજીએ ઝડપી પાડયા છે અને શહેર એસઓજીએ મળેલ બાતમીના આધારે સેલવાસથી લાવવામાં આવેલ વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે બે બુટલેગરોની સચિન વિસ્તારમાંથી ધરપકડ કરી 3.93 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ટેમ્પોના લોડિંગ ભાગમાં ચોર ખાનું બનાવી બુટલેગરો દ્વારા દારૂનો મસમોટો જથ્થો સેલવાસથી સુરત લાવવામાં આવ્યો હતો. દારૂની હેરાફેરી કેસમાં એસઓજીએ સેલવાસના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે.છતાં ગુજરાતમાં અવારનવાર દારૂનો મસમોટો જથ્થો ઝડપાવાની ઘટના સામે આવે છે અને પોલીસનો સખ્ત પહેરો હોવા છતાં બુટલેગરો સેલવાસ અથવા દમણથી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવામાં સફળ રહ્યા છે.પોલીસની ચોરીછુપીથી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા બુટલેગરો અનવના કિમીયા અને ટ્રિક અપનાવી રહ્યા છે અને આવું જ કંઈક જોવા સુરતમાં જોવા મળ્યું છે.જ્યાં શહેર એસઓજીની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા છે.

એસઓજીએ મળેલ બાતમીના આધારે સચિનના સામરોદ ગામ ખાતે આવેલ ખાડી પુલ પરથી પસાર થતાં એક ફોર વ્હીલ ટેમ્પોને ઝડપી પાડ્યો હતો.જેની તલાશી લેતા ટેમ્પોમાં લોડિંગના ભાગે બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી જતી.એસઓજીએ દિનેશ બિશનોઈ અને સુનિલ બિશનોઈ નામના બંને બૂટલેગરોની ધરપકડ કરી રૂપિયા 3.93 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જે વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી કાર્તિક અને સુરેશ નામના શખ્સોએ ભરાવી સુરત ડિલિવરી કરવા જણાવ્યું હોવાની હકીકત સામે આવી હતી અને જ્યાં શહેર એસઓજીએ કાર્તિક અને સુરેશ નામના બંને શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.