દરિયામાંથી ડ્રગ્સ પકડાયુ એટલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ATSની પીઠ થાબડવા દોડી ગયા હતા.અને ડ્રગ્સઆ દુષણને ડામવા જે સાધન સામગ્રીની જરૂર હોય તેની ઓફર કરી હતી.જો કે હકીકત એ છે કે જૂન મહિનામાં ડ્રગ્સ વિરોધી અભિયાન ઉપાડયું હતું. તેનાથી પ્રભાવિત તત્કાલીન સરકારે ડ્રગ્સના બંધાણીઓ ને પકડવા માટે રાજ્યના પોલીસ સ્ટેશનો માટે મલ્ટી ડ્રગ્સ સ્કેનિંગ ડિવાઇસ ખરીદવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો.
આ વાતને આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા છતાં હજુ સુધી પોલીસને આ ડિવાઈન મળ્યા નથી. ત્યારે ગુજરાત રાજ્યના નવા ગૃહ મંત્રી એટીએસને ડ્રગ્સ પકડવા માટે નવા સાધનો વસાવવા માટેની ઓફર કરે એ હાસ્યાસ્પદ લાગે છે.
અદાણી પોર્ટ પરથી મોટા જથ્થામાં હેરોન પકડાયું તે અંગે વિધાનસભામાં થયેલ ચર્ચા દરમિયાન વિરોધ પક્ષે જેમને ગલી બોય ગણાવ્યાં હતાં.
https://www.youtube.com/watch?v=5y4slk8mwAE
પણ બે દિવસનાં વિધાનસભા સત્રમાં આઈપીએસનાં આ દાવા અને સરકારનાં બણગાંમાંથી હવા નીકળી ગઈ. આ સત્રમાં સરકારે આ મુદ્દે કોઈ જ સુધારા ખરડો રજૂ કર્યો નથી. તે વિષે કોઈ જ ચર્ચા કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.