અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાપાનમાં વેચાતા હોન્ડાના બાઈક માં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે

કંપનીએ વિઠલાપુર પ્લાન્ટ અંદર 250ccના એન્જિન બનાવવાનું શરૂ કર્યું

ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ખાડીના દેશોની આંતરરાષ્ટ્રીય માગ પૂરી કરવા 2-વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન અમદાવાદના વિઠલાપુરમાં આવેલા તેના પ્રોડક્શન યુનિટમાં શરૂ કર્યું છે, એટલે કે હવે આ બધા દેશોમાં વેચતા હોન્ડાના 250cc અને એનાથી વધારે કેટેગરીના 2-વ્હીલર્સની અંદર ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે. અત્યારસુધી અહીં ભારતની જરૂરિયાત મુજબના એન્જિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારતમાં હાલ હોન્ડા મોટર્સની સબસિડિયરી હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI) એન્જિન ઉત્પાદન કરે છે.

સિદ્ધિ:અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાપાનમાં વેચાતા હોન્ડાના 2-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે
અમદાવાદ37 મિનિટ પહેલા
નવા એન્જિન સાથે હોન્ડાના ઇકિરો શિમોકોવા અને આત્સુશી ઓગાતા. – Divya Bhaskar
નવા એન્જિન સાથે હોન્ડાના ઇકિરો શિમોકોવા અને આત્સુશી ઓગાતા.
કંપનીએ વિઠલાપુર પ્લાન્ટમાં 250ccના એન્જિન બનાવવાનું શરૂ કર્યું

ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ખાડીના દેશોની આંતરરાષ્ટ્રીય માગ પૂરી કરવા 2-વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન અમદાવાદના વિઠલાપુરમાં આવેલા તેના પ્રોડક્શન યુનિટમાં શરૂ કર્યું છે, એટલે કે હવે આ બધા દેશોમાં વેચતા હોન્ડાના 250cc અને એનાથી વધારે કેટેગરીના 2-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે. અત્યારસુધી અહીં ભારતની જરૂરિયાત મુજબના એન્જિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારતમાં હાલ હોન્ડા મોટર્સની સબસિડિયરી હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (HMSI) એન્જિન ઉત્પાદન કરે છે.

વાર્ષિક 50,000 એન્જિન યુનિટનું ઉત્પાદન થશે
કંપનીના જણાવ્યા મુજબ, શરૂઆતમાં એક વર્ષ કુલ 50,000 એન્જિન યુનિટનું ઉત્પાદન થશે અને આ ઉત્પાદનક્ષમતા બજારની માંગ અને જરૂરિયાત મુજબ વધશે. રૂ. 135 કરોડથી વધારેના રોકાણ સાથે કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારો માટે એના ગુજરાત પ્લાન્ટમાંથી મિડસાઇઝ ફન મોડલ એન્જિનનું ઉત્પાદન કરશે. આંતરરાષ્ટ્રીય બજારમાં 2-વ્હીલર્સ કેટેગરીને વેગ આપવા વિઠલાપુરમાં ડેડિકેટેડ એન્જિન લાઇન શરૂ કરવામાં આવી છે.

સમગ્ર દુનિયામાં એની નિકાસ કામગીરી વધારવાનો નિર્ધાર કર્યો છે
HMSIના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે દુનિયાભરમાં પરિવહન માટેની માગમાં વધારો થવાની સાથે હોન્ડાએ સમગ્ર દુનિયામાં એની નિકાસ કામગીરી વધારવાનો નિર્ધાર કર્યો છે. ભારતમાં BSVI નિયમનોનો અમલ શરૂ થવાની સાથે અમે આ વિઝનને હાંસલ કરવાની નજીક છે. ઉત્પાદનનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો ધરાવતાં ઉત્પાદનો બનાવવા આ નવી વિસ્તરણ સુવિધા HMSIને દુનિયા માટે ભારતમાં નિર્માણની અમારી દિશાને મજબૂત કરવાની ઉત્પાદનક્ષમતા વિકસાવવાની સુવિધા આપશે.

HMSIના ચીફ પ્રોડક્શન ઓફિસર અને ડિરેક્ટર ઇકિરો શિમોકોવાએ કહ્યું હતું કે આજે ગ્લોબલ એન્જિન લાઇન-ઓફ સાથે HMSI બજારો અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનાં ધારાધોરણો એમ બંને દૃષ્ટિએ એની હાલની નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે. અને આ વિસ્તરણના ભાગરૂપે અમે મશીનિંગ, એન્જિન એસેમ્બ્લી અને અદ્યતન સ્ટોરેજ સિસ્ટમ જેવાં ઉત્પાદનના વિવિધ તબક્કાઓમાં વિશેષ પ્રક્રિયાઓ પ્રસ્તુત કરી છે. પાયાની ક્ષમતા, શ્રેષ્ઠ ટેકનોલોજી અને કુશળ મેનપાવર – આ બધા પરિબળો ગુણવત્તાનાં સર્વોચ્ચ ધારાધોરણો સુનિશ્ચિત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.