કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હવે તેની ડિઝાઈન અને ઈન્ટિરિયર પર જોરદાર કામ કરી રહી છે અને માર્કેટ હેચબેકથી મિની SUV તરફ જઈ રહ્યું છે. તેમજ, મલ્ટિ પર્પઝ વ્હીકલમાં તે કાળજી લેવામાં આવી રહી છે કે તે પેસેન્જર્સ માટે સંપૂર્ણપણે આરામદાયક રહે. હોન્ડા આવી જ એક કાર પર કામ કરી રહી છે અને તેનું નામ હોન્ડા સ્ટેપ WGN મિનિવાન છે. આ એક સ્પેશિયસ કાર છે અને જેમાં પેસેન્જર્સની કમ્ફર્ટનેસનું ધ્યાન રાખવામાં આવ્યું છે. શરૂઆતમાં તેને જાપાનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
આ એક મિનિ વાન છે. અને તેની સેકન્ડ રોમાં કેપ્ટની સીટનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી પેસેન્જરને વધુ સુવિધા મળશે. આ સીટને કારણે પેસેન્જર્સ સાઇટ ટૂ સાઇટ મૂવ કરી શકશે. ખાસ વાત એ છે કે તેની સીટને બેડની જેમ રિક્લાઇન કરી શકાશે. કારની થર્ડ રોની સીટને પણ પાછળની બાજુ ફોલ્ડ કરી શકાશે. આ રીતે, આમાં સિંગલ બેડ બાજુ પર જગ્યા તૈયાર કરવામાં આવશે અને તેમાં 2થી 3 પેસેન્જર્સ ઊંઘી પણ શકશે.
હોન્ડાનાં આ મિનિવાનના ઈન્ટિરિયરમાં વધુ સ્પેસ આપવામાં આવી છે.અને કારની દરેક સીટ પાસે મોટા કાચ આપવામાં આવ્યા છે, જેથી બહારનો નજારો જોઈ શકાય. અને તેના દરવાજા સ્લાઇડિંગની જેમ ખૂલે છે. આ મારુતિ ઓમ્ની અને કિઆ કાર્નિવલની જેમ જ ખુલશે. જાપાનમાં તેને વાકુ-વાકુ ગેટ કહેવામાં આવે છે. આની મદદથી તેને ઓછી જગ્યામાં પણ સરળતાથી પાર્ક કરી શકાય છે.
કારની અંદર ગ્રાહકને મોટા હેડરૂમ સાથેનું રૂફ મળશે જેથી મુસાફરો કારની અંદર વધુ આરામદાયક રીતે બેસી શકે. તેનું ડેશબોર્ડ હોન્ડા HR-V અને સિવિકની જેમ સ્ટ્રેટ આપવામાં આવ્યું છે. ફ્લોટિંગ ટચસ્ક્રીન સાથેનું ઇન્ફોટેનમેન્ટ ડેશબોર્ડમાં જોવા મળશે અને ત્યાં એક ગ્લોવ બોક્સ હશે, જેના ટોપ પર એક શેલ્ફ મળશે. કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ હશે. હજી સુધી તેનાં એન્જિનની વિગતો જાહેર કરવામાં આવી નથી.
હોન્ડા સ્ટેપ WGN મિનિવાનને 3 વેરિઅન્ટ સ્ટેપ WGN એર, સ્ટેપ WGN સ્પાડા અને પ્રીમિયમ લેનમાં ઉતરી શકે છે અને એવું માનવામાં આવે છે કે તેને આ વર્ષે જાપાનીઝ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. જાપાનીઝ માર્કેટમાં તે ટોયોટા, નોહા, વોક્સી અને નિસાનને ટક્કર આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.