Honda ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં પોતાની નવી બાઈક લોન્ચ કરી શકે છે. જોકે, કંપની તરફથી હજુ આ વાતની કોઈ જાણકારી આપવામાં આવી નથી કે કંઈ બાઈક લોન્ચ કરવામાં આવશે. ખબરની માનીએ તો હોન્ડા મિડિવલવેટ 300cc એડવેન્ચર બાઈક લોન્ચ કરી શકે છે. Honda ના ઈન્ડિયા ડિવીઝને થોડા સમય પહેલા CRF300Lની ડિઝાઈનના પેટન્ટ માટે એપ્લાઈ કર્યું હતું અને આ કારણે એ અટકળો લગાવવામાં આવી રહી છે કે તેને કંપની ભારતીય માર્કેટમાં ઉતારવાની યોજના પર કામ કરી રહી છે.
Honda ભારતમાં પોતાના પ્રીમિયમ મોડલનો વિસ્તાર કરવાની કોશિશ કરી રહ્યું છે અને 8 ઓગષ્ટના રોજ કંપની પોતાની આ નવી બાઈક પરથી પડદો ઉઠાવી શકે છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં હાલ Honda ભારતમાં સૌથી વધારે વેચાણ થતી કંપનીમાં બીજા નંબર પર છે. Hondaએ જૂન 2022માં 285961 બાઈકના યુનિટ્સ વેચ્યા હતા અને આ જાપાની ઓટો બ્રાન્ડની જૂન 2022ના મહિનામાં 25.53 ટકાની માર્કેટમાં ભાગીદારી રહી હતી. હવે CRF300Lને એક શો રૂમમાં જોવામાં આવી હતી.
Honda CRF રેન્જમાં ઓફ-રોડર બાઈક લોન્ચ કરી શકે છે અને જે સીધી KTM Adventure સીરિઝને ટક્કર આપી શકે છે. Hondaના દિલ્હી-NCR સ્થિત પોતાના માનેસર પ્લાન્ટને I કેપેસિટીવાળી બાઈકને અસેમ્બલ કરવા માટે તૈયાર કર્યો છે અને માનેસર પ્લાન્ટમાં CBR650R, CB650F અને આફ્રિકા ટ્વિનને અસેમ્બલ કરવામાં આવે છે.
રિપોર્ટ પ્રમાણે માનીએ તો CRF300Lના ફ્રન્ટમાં નોન-એડજસ્ટેબલ લોંગ ટ્રાવેલ 43mmમ USD ફોકર્સ અને રિયરમાં પ્રોલિંક સસ્પેન્શન મળી શકે છે. કંપની આ બાઈકની ફ્રન્ટ ડિસ્ક બ્રેક 256mm અને રિયર ડિસ્ક 220mm ડાયામીટરની આપી શકે છે. કંપની પોતાની આ બાઈકને 286cc લિક્વિડ કૂલ્ડ ડીઓએચસી સિંગલ સિલિન્ડર એન્જિન સાથે ઉતારી શકે છે. Hondaની CB300R બાઈકમાં પણ આ જ એન્જિન વાપરવામાં આવ્યું છે. તેમાં એક સ્લિપ આસિસ્ટ ક્લચ અને 6 સ્પીડ ગિયરબોક્સ મળશે. ફ્રન્ટ વ્હીલ 21 ઈંચ અને બેક વ્હીલ 18 ઈંચના હશે.
Honda CRF300Lમાં ABS, એક LEC ડેશ અને એક 7.8 લિટરની ફ્યુઅલ ટેન્ક મળી શકે છે. જોકે હજુ સુધી ક્લિયર નથી થયું કે કંપની 8 ઓગષ્ટના તેને લોન્ચ કરવાની છે. પરંતુ કંપનીએ કહ્યું છે કે તે આ દિવસે તેની કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવાની છે અને જો કંપની આ બાઈક લોન્ચ કરશે તો તે ભારતની પહેલી ડ્યુઅલ મોટર બાઈક હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.