ગુજરાતમાં હનીટ્રેપના કિસ્સા નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં મહિલાએ ફોન પર ફરિયાદીને ફોસલાવીને 4 લાખ રૂપિયા ખંખેર્યા હતા જે મામલે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.અને ધોરાજી પોલીસે હાલમાં ચારેય આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
રાજકોટના ધોરાજીમાં એક મહિલાએ ફોન પર વાતો કરીને ફરિયાદીને ફસાવ્યો હતો. મહિલાએ ચોકીથી અકાળા ગામ સુધી મુકી જવા ફરિયાદીને કહ્યું હતું. જે દરમિયાન રસ્તામાં અરવિંદ ગજેરા નામના શખ્સે પોલીસ હોવાની ઓળખ આપીને તેને રોક્યો હતો. આ દરમિયાન અન્ય બે શખ્સો પણ ત્યાં પહોંચી ગયા. આમ ચારેય જણા ફરિયાદીને ગીર જંગલમાં લઇ ગયા જ્યાં ફરિયાદીને ધાક ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ ઝઘડા વખતે જ નાની પરબડીના પરબત ઠાકોર, ભરત પારઘી આવી ગયા હતા અને કારમાં ગુપ્ત રીતે અપહરણ કરી લઈ ગયા હતા.અને આ શખસોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ડરાવી ધમકાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. સાથે અવારનવાર ફોન કરી ચાર લાખ જેટલી રોકડ રકમ પડાવી લીધી હતી
ધોરાજીના 59 વર્ષીય ખેડૂત શંભુભાઈના ભાગીયા પરબત ઠાકોર, ભરત પારઘીએ શંભુભાઈને એવું કહ્યું હતું જીન્નત તેમના પરિવારની જ વ્યક્તિ છે અને જીન્નતને કારમાં અકાળા ગામે મૂકી જવામાં આવે.અને રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં રોડ પર અગાઉના કાવતરા મુજબ અરવિંદ ગજેરા બાઈક પાછળ આવ્યો હતો અને કાર અટકાવી મારી પત્નીને કેમ લઈ જાવ છો? તેમ કહીં ધમકાવી ખેડૂતને તમાચા ઝીંકી ઝઘડો કર્યો હતો.
ધોરાજીમાં હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર ટોળી સામે ગુનો દાખલ થયા બાદ પોલીસે આ ટોળીનાં આરોપીઓને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા એક વ્યક્તિને રાજકોટની જીન્નત ઉર્ફે બિલીબેન અલારખાભાઈ શેરવાડીયા,પરબત ભીખા કુવાડીયા, ભરત ડાયા પારઘી તેમજ અરવિંદ આંબા ગજેરા સહિતનાંએ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી નાણા ખંખેર્યા હતા. આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આઈપીસી કલમ 365-384-386-120 મુજબ ગુનો નોંધ્યો હતો.અને આ બનાવમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લીધા છે અને વિશેષ તપાસ પીઆઈ એ.બી.ગોહેલ કરી રહ્યા છે.
ભેસાણ તાલુકાના ઢોળવા ગામના યુવાનને રાજકોટની મહિલા અને અન્ય બે શખ્સે વિશળ હડમતીયા નજીકથી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી જૂનાગઢ લઈ જઈ ધમકી આપી બે લાખ માંગ્યા હતા.બાદમાં 1.20 લાખમાં નક્કી કર્યું હતું.પરંતુ આ ટોળકીનો પ્લાન સફળ થયો ન હતો અને પોલીસે રાજકોટની મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.આ બાબતની જાણ થતાં જેતપુરના પટેલ નગર સોસાયટીમાં રહેતા અને ડ્રેસની દુકાનમાં કામ કરતા નિલેશભાઈ વિનોદભાઈ પીઠળિયા પોલીસ સ્ટેશને આવી આ ટોળકી સામે ફરિયાદ કરી હતી જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપમાફસાવી 1.20 લાખ પડાવવા પ્રયાસ કરનાર ટોળકીએ જેતપુરના એક યુવાનને ચોકી નજીક બોલાવી હનીટ્રેપમાં ફસાવી અવાવરૂ સ્થળે લઈ જઈ કૂવામાં નાખી દેવા અને દુષ્કર્મ કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપી બે લાખ પડાવ્યા હતા.આ ટોળકી પકડાઈ જતા જેતપુરના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવેલી હતી.અને આ ટોળકીનો અનેક લોકો ભોગ બન્યા હોવાની આશંકા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.