હોંગકોંગની ધારાસભાએ ગુરૂવારે એક વિવાદાસ્પદ બિલને મંજુરી આપી, જે અનુસાર ચીનનાં રાષ્ટ્રગાનનું અપમાન કરવું ગેરકાયદેસર હશે, લોકતંત્ર સમર્થક વિપક્ષી સભ્યોએ મતદાનમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો, પરંતું બિલને ધારાસભાએ મંજુરી આપી દીધી, તે એેને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વધુ અધિકારોનું ઉલ્લંઘનનાં સ્વરૂપે જુએ છે.
ચીનનાં સમર્થક બહુમતી લોકોએ હોંગકોંગનાં નાગરિકોએ રાષ્ટ્રગાન પ્રત્યે યોગ્ય સન્માન બતાવે તે માટે આ કાયદો યોગ્ય હતો, જાણાજોઇને ચીનનાં રાષ્ટ્રગાન માર્ચ ઓફ ધ વોંલન્ટિયર્સનું અપમાન કરવાનાં દોષિત મળી આવતા લોકોને ત્રણ વર્ષની જેલ અને 50 હજાર હોંગકોંગ ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
બીજી તરફ ચીને હોંગકોંગ પર બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જ્હોન્સનની ટીપ્પણીની ટીકા કરતા કહ્યું કે તે ચીનનાં આંતરિક મામલામાં દખલ દેવાનું બંધ કરે.
વિદેશ મંત્રાલયનાં ઝાઓ લિજીયને ગુરૂવારે નિયમિત પ્રેસ બ્રિફિંગમાં બ્રિટનનાં વડાપ્રધાન દ્વારા કરાયેલી અકારણ ટીપ્પણીની કડક ટીકા કરતા આરોપ લગાવ્યો કે બ્રિટન ચીનનાં આંતરિક મામલામાં બિનજરૂરી હસ્તક્ષેપ કરી રહ્યું છે.
તેમણે કહ્યું અમારી બ્રિટનને સલાહ છે કે તે કોલ્ડ વોરની માનસિક્તા અને મગજમાં ભરાયેલા ઉપનિવેશિક વિચારોને હટાવે તથા તથ્યોને સમજવા અને તેનું સન્માન કરે કે હોંગકોંગની ચીનને સોંપણી થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે જોન્સને બુધવારે પોતાના નિવેદનમાં હોંગકોંગનાં નાગરિકો અને તેમના લોકશાહી સમર્થક આંદોલનોનું સમર્થન કરવા માટે પોતાની સરકાર દ્વારા આંદોલનનું સમર્થન કરવા માટે લાવવામાં આવેલા નવા કાયદા અંગે જાણકારી આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.