હોંગકોંગમાં ચીનના ઈશારે રાષ્ટ્રીય પીપલ્સ કોંગ્રેસે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હોંગકોંગમાં ચીનનો વિરોધ કરશે તેને આતંકવાદી જાહેર કરાશે. હોંગકોંગને ગળી જવા માટે ચીને આ જોગવાઈ કરી છે.
અમેરિકા-યુરોપિયન દેશોના વિરોધ વચ્ચે ચીને હોંગકોંગમાં એવો કાયદો બનાવવાનો મુસદ્દો તૈયાર કર્યો છે કે જે ચીનને હોંગકોંગ હડપવામાં મદદ કરશે. હોંગકોંગમાં હવે વિરોધ પ્રદર્શનો કરવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
હોંગકોંગમાં ચીનનો વિરોધ કરશે તેની સામે આતંકવાદી પ્રવૃત્તિનો આરોપ લાગશે. હોંગકોંગની ચીન સમર્પિત પીપલ્સ કોંગ્રેસે તેની રૂપરેખા તૈયાર કરી
લીધી છે. એ પ્રમાણે ચારેક કેટેગરીમાં ચીનના વિરોધ મુદ્દે કાર્યવાહી થશે.
રાજ્યનો વિરોધ કરતા સ્થાનિક લોકો સામે કાર્યવાહી કરાશે. સ્થાનિક સ્તરે બળવાખોર પ્રવૃત્તિને આતંકવાદ ગણાશે. સ્થાનિક લોકો ચીનનો વિરોધ કરશે તો આતંકવાદી ગણાશે.
હોંગકોંગ મુદ્દે ચીનનો વિરોધ કરનારા દેશોને પણ આ જોગવાઈ લાગુ પડશે. ટૂંકમાં જો અમેરિકા હોંગકોંગમાં ચીનના પગપેસારાનો વિરોધ કરશે તો હોંગકોંગના નાવ કાયદા પ્રમાણે અમેરિકાને આતંકવાદી જાહેર કરીને હોંગકોંગમાં તેના પર પ્રતિબંધ મૂકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.