Horoscope 12th March: મેષ રાશિના જાતકોએ પૈસાનો ખર્ચ આજે સાચવીનો કરવો, જાણો આજનું રાશિફળ

બિઝનેસ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહે, કારણ કે તેમને વિદેશી સ્ત્રોતોથી નાણાંકીય લાભ થઈ શકે છે. જાણો પ્રખર જ્યોતિષ શાસ્ત્રી ચિરાગ દારુવાલા (Chirag Daruwalla) પાસે કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે મુશ્કેલી ભર્યો? તમારો લકી કલર અને નંબર.

મેષ: ગણેશજી કહે છે કે આજે ખર્ચ વધુ થાય, આજે તમે તમારા પૈસા ખર્ચ કરી શકો છો, પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે તમારા પૈસા યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવે. આજે તમારું પારિવારિક જીવન સામાન્ય રહેશે. આજે તમે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેશો. જો આજે તમે બિઝનેસમાં રોકાણ કરવા માંગતા હોવ, તો તેની માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારી રહેશે. આજે તમને તમારા બાળકો તરફથી નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જેના કારણે તમે દુઃખી થશો. આજે સાંજે તમે તમારી માતા સાથે થોડો સમય વિતાવશો. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 6

વૃષભ: ગણેશજી કહે છે કે બિઝનેસ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહે, કારણ કે તેમને વિદેશી સ્ત્રોતોથી નાણાંકીય લાભ થઈ શકે છે, પરંતુ તેને ઓળખીને તેનો અમલ કરવો પડશે, તો જ તેઓ લાભ મેળવી શકશે. આજે નોકરી કરતા લોકોને સારી તક મળી શકે છે. આજે પરિવારના કોઈ વડીલની તબિયત અચાનક બગાડવાના કારણે તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે, જેના કારણે તમને માનસિક તણાવ રહેશે. સરકારી નોકરી માટે અરજી કરી હોય તો તેવા વિદ્યાર્થીઓનું આજે પરિણામ આવી શકે છે. લકી કલર: લીલો, લકી નંબર: 12

મિથુન: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે તમારી કારકિર્દીની દૃષ્ટિએ સારો રહે, જેમાં તમને તમારા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. આજે વિદ્યાર્થીઓનો રમતગમત અને મનોરંજનમાં રસ વધશે, જેના કારણે તેઓ શારીરિક રીતે સ્વસ્થ રહેશે. આજે તમે તમારા પરિવારમાં ચાલી રહેલા વિવાદ અંગે પણ સાંભળી શકો છો. આજે સાંજે તમે તમારી માતાને તમારા મોસાળ પક્ષના લોકોને મળવા લઈ શકો છો. આજે તમે તમારા ભાઈ-બહેનો સાથે રોકાણ અંગે ચર્ચા કરી શકો છો. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો આજે કેટલીક જાહેર સભા કરી શકે છે, જે તેમની રાજકીય કારકિર્દીને ઉજ્જવળ બનાવશે. લકી કલર: વાદળી, લકી નંબર: 7

કર્ક: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. આજે તમે વૈભવી વસ્તુઓ ખરીદવા પાછળ થોડા પૈસા ખર્ચ કરી શકો છો. આજે તમે તમારા માટે પણ થોડો સમય કાઢશો. આજે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે ખરીદી કરવા માટે જઈ શકો છો અને તમારા માટે કપડાં, લેપટોપ, મોબાઈલની ખરીદી કરી શકો છો. જેનાથી તમારા પરિવારના કોઈ સભ્યને ઈર્ષ્યા થઈ શકે છે, તેથી આજે તમારે તેમનાથી સાવધાન રહેવું જોઈએ. આજે તમે તમારા પિતાને લઈને કોઈ સંબંધી સાથે સમાધાન કરવા જઈ શકો છો. લકી કલર: પીળો, લકી નંબર: 9

સિંહ: ગણેશજી કહે છે કે આજે તમે કેટલીક નકામી ચિંતાઓને લઈને પરેશાન રહેશો, પરિણામે તમે તમારા કામ પર ધ્યાન નહીં આપી શકો અને તમારું કામ વધુ સારું થવાને બદલે બગડશે. આજે તમે તમારા માતા-પિતા સાથે અસભ્યતાથી વાત કરશો, જેના કારણે તેઓ ઉદાસ રહેશે. આજે તમારે તમારી ચિંતાઓ છોડીને આગળ વધવું પડે, કારણ કે તે ચિંતાઓ વ્યર્થ છે. આજે તમને તમારા બાળકની કારકિર્દીને લઈને કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે નોકરી કરતા લોકો પાર્ટ-ટાઇમ કામ કરવા માટે સમય કાઢી શકશે. લકી કલર: ઓરેન્જ, લકી નંબર: 3

કન્યા: ગણેશજી કહે છે કે લગ્ન માટે લાયક લોકોનો આજનો દિવસ સારો રહે, કારણ કે આજે તેમના લગ્નની વાત આગળ વધી શકે છે. પાર્ટનરશીપમાં બિઝનેસ કરતા લોકોને આજે ઇચ્છિત લાભ મળશે અને તેમના જીવનસાથીમાં તેમનો વિશ્વાસ વધુ ગાઢ બનશે. લવ લાઈફ જીવતા લોકોએ આજે તેમના પાર્ટનરની વાત સમજવી અને સાંભળવી પડે, તો જ તેઓ કોઈ નિષ્કર્ષ પર આવી શકે છે, નહીંતર વિવાદ થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓએ તેમની સમસ્યાઓ તેમના પિતા સાથે શેર કરવાથી જ ઉકેલ શોધવામાં સફળ થશે. લકી કલર: લાલ, લકી નંબર: 10

તુલા: ગણેશજી કહે છે કે આજે તમારે જ્યાં-ત્યાં વાતો કરતા લોકોથી દૂર રહેવું પડશે, નહીંતર નેગેટિવિટી તમારા મનમાં ઘર કરી શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે કેટલીક જૂની બીમારીઓ ફરી ઘર કરી શકે છે અને તમે પરેશાન થઇ શકો છો. આજે તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો, જેથી તમારો પ્રેમ ગાઢ થશે. આજે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેતાં પહેલાં સમજી વિચારીને પરિવારના સભ્યોની સલાહ લો. લકી કલર: કાળો, લકી નંબર: 1

વૃશ્ચિક: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. લવ લાઈફ જીવતા લોકોમાં આજે નવીનતા આવશે. નોકરીની શોધમાં રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને આજે ઓફિસમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આજે તમારી કેટલીક સંપત્તિ મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે, જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ રહેશે. આજે ઉધાર પૈસા લેવાનું વિચારતા લોકોને આજે સરળતાથી ઉધાર મળી જશે. વિદ્યાર્થીઓ તેમના નબળા વિષયો પર સખત મહેનત કરશે, તો જ સફળતા પ્રાપ્ત કરી શકશે. લકી કલર: મરૂન, લકી નંબર: 4

ધન: ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. આજે તમે નવું વાહન ખરીદવા અંગે વિચારી શકો છો અને ઘરે નવા વાહનના આગમનથી નાના બાળકો અને પરિવારના બધા જ સભ્યો ખુશ થશે. આજે તમે કામમાં પણ વ્યસ્ત રહેશો, જેથી તમને અન્ય કામ માટે સમય ન મળે. પરિણામે તમારી માતા તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ, નહીંતર સાંજે તમને પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે તમારા પરિવારમાં શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. લકી કલર: રાખોડી, લકી નંબર: 2

મકર: ગણેશજી કહે છે કે નાણાંકીય દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે, કારણ કે આજે તમને તમારા વ્યવસાયમાં નફાની તકો મળશે. તેમજ તમે નફો પણ કમાઈ શકશો. તો જ તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરી શકશો અને તમારા પરિવારજનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવામાં પણ સફળ થશો. આજે પરિવારના નાના બાળકો તમારી પાસે ખાવાની વસ્તુ માંગી શકે છે, જે તમે આપી શકો છો. જો તમે આજે તમારા ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરો છો, તો તમને પાછળથી તેનો લાભ થઇ શકે છે. આજે નવું વાહન ખરીદવાનું વિચારી રહેલા લોકોએ થોડો સમય રાહ જોવી સારું રહેશે. લકી કલર: ગોલ્ડન, લકી નંબર: 5
કુંભ: ગણેશજી કહે છે કે આજે તમને તમારી કેટલીક માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે, કારણ કે તમારો તણાવ પૂર્ણ થઈ જશે. જો તમારી મિલકત સંબંધિત કોઈ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો હતો, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારા સંતાનના લગ્નમાં આવતી અડચણો પણ દૂર થઇ જશે. આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યોને મળી શકો છો, જેનથી તમે ખુશ થશો અને એકબીજાની ફરિયાદો પણ દૂર થશે. વિદ્યાર્થીઓને આજે તેમના વડીલોની મદદથી તેમની કેટલીક સમસ્યાઓનું સમાધાન મેળવી શકશે. લકી કલર: સફેદ, લકી નંબર: 8
મીન: ગણેશજી કહે છે કે આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે, જેનાથી તમારા પરિવારના સભ્યો પણ ખુશ થશે. આજે તમે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો, જેમાં તમારા કેટલાક પૈસા પણ ખર્ચ થશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો. જોકે, તમાટે પરિવારના વડીલોની સલાહ જરૂરથી લેવી જોઈએ. આજે તમારે તમારી વાણીની કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે, તો જ તમે દરેક જગ્યાએ તમારા કામ સરળતાથી કરાવી શકશો, જેનાથી તમારી છબી પણ સુધરશે. લકી કલર: જાંબલી, લકી નંબર: 11

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.