સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સાથે ભયંકર દ્નશ્યો. દરરોજ 600થી વધુ દદીઁઁઓ..

જામનગર શહેરમાં ભારે વરસાદ બાદ સરકારી હોસ્પિટલમાં જનરલ ઓપીડીમાં રોજ દદીઁઁઓની કતારો લાગી હોય તેવાં દ્રશ્યો સર્જાયા છે. મેડિસિન વિભાગમાં દૈનિક ૩૫૦ ઓપીડી રહે છે.

આ જ રીતે હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દૈનિક ૨૫૦ થી ૨૭૫ બાળ દદીઁઁઓ શરદી તાવ, વાયરલ તાવ, ઝાડા – ઊલટીની તકલીફ સાથે આવે છે. જેમાંથી ૭૦ જેટલાં દાખલ થાય છે. તેમજ દૈનિક તેટલાં જ ડિસ્ચાર્જ થાય છે.

સાથે સાથે ગત રવિવારથી રાજયનાં આરોગ્ય વિભાગની સૂચનાથી વીબિડી ઝૂંબેશ ચાલુ કરવામાં આવી છે. જેમાં વાયરલ રોગચાળા સામે લોક જાગૃતિ પત્રિકા વિતરણ તેમજ સવઁલન્સની કામગીરી પણ કરાય છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.