ઉત્તરપ્રદેશ સરકારે ગાઝિયાબાદના જિલ્લા એમએમજી હોસ્પિટલમાં થયેલી ઘટના બાદ આરોપીઓ પર રાસુકા(NSA) લગાવવાનો આદેશ આપ્યા છે. હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવેલા જમાતીતોઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
તેમના પર હોસ્પિટલ પરિસરમાં પેન્ટ પહેર્યા વિના આંટા મારવાસ, નર્સો સાથે છેડતી અને અશ્લિલ ઈશારા કરવા, હોસ્પિટલ સ્ટાફ પાસે બીડી સિગરેટ માંગવાના પણ આરોપ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે એસએસપી અને સ્થાનિક પોલીસને તેની લેખિતમાં ફરિયાદ કરી. જે બાદ યોગી સરકારે આ નિર્ણય કર્યો.
ગાઝિયાબાદની ઘટના પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આ ન કાયદાને માનશે, ન વ્યવસ્થાને માનશે, આ માનવતાના દુશ્મન છે, જે તેમણે મહિલા સ્વાસ્થ્ય કર્મીઓ સાથે કર્યું છે, તે જઘન્ય અપરાધ છે, તેમના પર રાસુકા(NSA) લગાવવામાં આવી રહ્યો છે. અમે તેને છોડીશું નહી.
શું છે રાસુકા(NSA) કાયદો?
‘રાસૂકા’ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન. 23 સપ્ટેમ્બર 1980ના રોજ ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન તેને બનાવવામાં આવ્યો હતો. આ કાનૂન દેશને સુરક્ષા આપવા સરકારને વધારે શક્તિ આપવા સંબંધિત છે. આ કાનૂન કેન્દ્ર અને રાજ્ય સરકારને સંદિગ્ધ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવાની શક્તિ આપે છે. જે હેઠળ કસ્ટડીમાં લેવામાં આવેલાં વ્યક્તિને વધારેમાં વધારે એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે.
આ કાયદા હેઠળ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને કોઈ આરોપ વગર 12 મહિના સુધી જેલમાં રાખવામાં આવી શકે છે. રાજ્ય સરકારને તે સુચિત કરવાની આવશ્યકતા છે કે NSA હેઠળ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિને તેની વિરુદ્ધ આરોપ નક્કી કર્યાં વગર 10 દિવસો માટે રાખવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.