ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ, રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો,લીધો છે નિર્ણય

કોરોના પછી  દરદીઓમાં  મ્યુકોમાયરોસીસ ના વધી રહેલા  વ્યાપને અંકુશમાં લેવા માટે અને તેનો અકસીર ઈલાજ થઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

તેમ જ મ્યુકોમાયરોસિસની સારવાર માટે રૂ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર  આપી દેવાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં મ્યુકોમાયરોસીસના ૧૦૦થી વધુ કેસ ધ્યાનમાં આવ્યા છે.

આ આયોજના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોમાયરોસિસના  દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે.

જવલ્લે જ જોવા મળતો મ્યુકરમાઈકોસિસ ફુગથી થતો એક ગંભીર રોગ છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.