Google મેપને કઈ રીતે ખબર પડે છે ક્યાં ટ્રાફિક જામ છે અને ક્યાં ઓછું ટ્રાફિક છે? જાણો કઈ રીતે કરે છે કામ

હવે આપણને જ્યારે પણ ટ્રાફિકની અપડેટ મેળવવાની જરૂર પડે છે ત્યારે સીધા જ ગૂગલ મેપની મદદ લઈએ છીએ. ગુગલ મેપમાં માત્ર ટ્રાફિક અપડેટ જ નહીં પરંતુ રૂટ, સમયની સંપૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ છે.અને હવે લોકો તેના પર નિર્ભર બની રહ્યા છે. તો તમારે એ પણ જાણવાની જરૂર છે કે ગૂગલ મેપ કેવી રીતે કામ કરે છે અને ગૂગલ મેપ કેવી રીતે જાણે છે કે કયા રૂટ પર કેટલો ટ્રાફિક છે.

જણાવી દઈએ કે કોઈ રસ્તા પર જામ છે તેમજ આ માહિતી આપવા માટે ગૂગલ મેપ રસ્તામાં વાહનોમાં હાજર યુઝરના ફોનનું લોકેશન ટ્રેક કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને તે મુજબ ત્યાં ટ્રાફિકની સ્થિતિ બતાવે છે. તેઓ વાહનની ઝડપ અને સ્માર્ટફોનની સંખ્યાના આધારે ડેટા દર્શાવે છે.

ગયા વર્ષે એક વ્યક્તિ બર્લિનની ગલીઓમાં 99 ફોન એક સાથે રાખીને ફર્યો. અને જે રસ્તા સંપૂર્ણપણે ખાલી હતા. પરંતુ મોબાઇલ ડેટા અનુસાર ત્યાં 99 લોકો હતા. તેથી ગૂગલ તે સમયે આ રોડ પર ટ્રાફિક બતાવી રહ્યું હતું. પરંતુ વાસ્તવમાં એવું ન હતું.અને આના પરથી સમજી શકાય છે કે વધુ ફોન અને તેનું લોકેશન ઓન હોવાને કારણે ક્યાં કેટલો ટ્રાફિક છે તેની જાણકારી લેવામાં આવે છે.

આ સાથે તે તે માર્ગની ટ્રાફિક હિસ્ટ્રી પણ જુએ છે. તે હંમેશા જુએ છે કે તમે પસંદ કરેલા રૂટ પર ટ્રાફિક કેવો છે. જે નાના નાના ડેટા કલેક્શન પોઈન્ટના આધારે જાણી શકાય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલો સમય લાગશે.અને આ પછી તે જુએ છે કે ત્યાં કોઈ જામ વગેરે નથી અને તે પછી આ બધી જાણકારી મેળવ્યા પછી તમને કહેવામાં આવે છે કે ત્યાં જવા માટે કેટલો સમય લાગશે. આ માત્ર એક સંભવિત ટાઈમ જ હોય છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે Google અન્ય લોકોના ડેટા અનુસાર ETA કાઢે છે અને જેને એસ્ટીમેટેડ ટાઈમ ઓફ અરવાઈલ પણ કહેવામાં આવે છે. એટલે કે તે માત્ર સંભવિત સમય છે જે અંતર ટ્રાફિકની સ્થિતિ અને માર્ગ પર આધારિત છે. આ ઉપરાંત તે વિસ્તાર કે રસ્તાની સ્પીડ લિમિટ વગેરેનો ડેટા પણ તેમાં ઉમેરવામાં આવે છે અને પછી સંભવિત સમય મેળવવામાં આવે છે. તેથી જ એવું જોવામાં આવ્યું છે કે હાઇવે અથવા મોટા રસ્તા પર આ ડેટા વધુ સચોટ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.