કફ સિરપ નાના બાળકોને આપવી કેટલી સુરક્ષિત ?

મુંબઈમાં અઢી વર્ષની એક બાળકને કફ સિરપ આપ્યા બાદ લગભગ 17 મિનિટ માટે તેની નાડી બંધ થઈ ગઈ હોવાનો એક ચોંકાવનારો બનાવ બન્યો છે ત્યારે કફ સિરપ નાના બાળકો માટે કેટલું સુરક્ષિત છે તેને લઈને ફરી ચર્ચાએ જોર પકડ્યું છે.

બાળકોના નિષ્ણાત ડોકટરના કહેવા મુજબ મુંબઈમાં બાળકને કેટલા પ્રમાણમાં દવા આપવામાં આવી હતી તેની ચોક્કસ માહીતી નથી. પરંતુ બાળકને જે કફ સિરપ આપવામાં આવ્યું હતું તેમાં  ક્લોરફેનેરમાઈન અને ડેક્સટ્રોમેથોર્ફેન હોવાનું જણાયું હતું અને અમેરિકામાં ચાર વર્ષથી નીચેના બાળકો માટે તેના પર પ્રતિબંધ છે. પરંતુ જે બોટલમાંથી દવા આપવામાં આવી હતી અને તેના પર  ઉત્પાદકે આ મુજબનું કોઈ લેબલ લગાવ્યુ નહોતું. તો પીડ્રિયાટ્રિશિયન પણ આ પ્રકારની દવા પ્રિસ્ક્રાઈપ કરવી જોઈએ નહીં.

મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલ સાથે સંકળાયેલા પીડિયાટ્રિશિયનના કહેવા મુજબ પાંચ વર્ષ સુધીના બાળકને માતા પાસેથી મળેલી રોગપ્રતિકારક શક્તિ ખતમ થવા માંડે છે, અને તેમનામાં પોતાની ક્ષમતા એટલી વિકસિત હોતી નથી. તેથી નાની ઉંમરમાં તેને વાયરલ અને એલર્જી થવું સામાન્ય છે. જે બે-ત્રણ દિવસમાં ખતમ થઈ જાય છે અને જો સંક્રમણ વધે અથવા અન્ય જગ્યા પર થાય તો એન્ટી-બાયોટીક દવાની જરૂર પડે છે અથવા તે પોતાની રીતે ઠીક થઈ જાય છે. તે માટે દવા કે કફ સિરપની જરૂર પડતી નથી.

ડોકટરોના કહેવા મુજબ ઉધરસ એક રીતે શરીરના કીટાણુંને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી તેને દવાથી દબાવવાની જરૂર નથી અને બાળકોને બે-ત્રણ દિવસમાં સારું લાગે છે અને પછી તેની ઉધરસ પણ સારી થઈ જાય છે. જો બહુ તબિયત ખરાબ હોય તો જ ડોકટરને બતાવવું.

અત્રે નોંધનીય છે કે આફ્રીકાના દેશ ગાંબિયામાં ભારતમાં બનેલી કફ સિરપથી 60થી વધુ બાળકોના મોત નિપજયા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.